ખબર

ખુશખબરી: ‘Sputnik V’ વેક્સિનના એક ડોઝની કિંમત હશે આટલી, જાણો કયારથી આવશે બજારમાં

‘Sputnik V’ વેક્સિનની કિંમતનું એલાન થઇ ગયુુ છે. ડેક્ટર રેડ્ડી લેબોરેટરીઝે તેની કિંમતનું એલાન કરી દીધુ છે. ભારતમાં આ વેક્સિન બનાવનારી આ કંપની અનુસાર ‘Sputnik V’ની કિંમત 948 રૂપિયા અને 5% જીએસટી હશે. તેનો મતલબ એ છે કે, 948 રૂપિયા ઉપરાંત 5 ટકા જીએસટી એટલે કે તેના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા હશે.

રૂસ દ્વારા બનાવવામાં આવી રહેલી ‘Sputnik V’ વેક્સિનની ભારતમાં હવે રાહ જોવાની ખત્મ થઇ ગઇ છે. નીતિ આયોગે જણાવ્યુ છે કે, આગળના સપ્તાહે ‘Sputnik V’ વેક્સિન દેશમાં ઉપલબ્ધ થઇ જશે. નીતિ આયોગના સભ્ય પોલે જણાવ્યુ કે, ‘Sputnik V’ની એક મોટી ખેપ ભારત પહોંચી ચૂકી છે. આગળના સપ્તાહમાં તે દેશમાં ઉપલબ્ધ થઇ જશે. તેમણે એ પણ જણાવ્યુ કે, જુલાઇથી તેનું ઉત્પાદન દેશમાં જશરૂ થશે એટલે કે ‘Sputnik V’ને મેડ ઇન ઇન્ડિયા થવામાં વધારે સમય નહિ લાગે.

તમને જણાવી દઇએ કે, સીરમ ઇંસ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ રાજયો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે વેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરી દીધી છે. જે અનુસાર કોવિડશિલ્ડનો એક ડોઝ પ્રાઇવેટ હોસ્પિટલોમાં 600 રૂપિયાામાં અને સરકારી હોસ્પિટલોમાં 400 રૂપિયામાં મળશે. ત્યાં જ ભારત બાયોટેક પણ રાજયોને 400 રૂપિયા પ્રતિ ડોઝ આપશે.

‘Sputnik V’ની પહેલી બેચમાં 1.5 લાખ ડોઝ સામેેલ હતા. પ્રોટોકોલ અનુસાર કોઇ પણ ઇમ્પોર્ટેડ વેક્સિનના ઉપયોગ પહેલા લેબમાં તેની ટેસ્ટિંગ કરવામાં આવે. કેંદ્ર સરકારે કહ્યુ હતુ કે વેક્સિનની બધી બેચ પહેલા કસૌલી સ્થિત સેંટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં તપાસ થશે તે બાદ તેને નેશનલ કોવિડ-19 વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગ કરવામાં આવશે.