મામૂલી દેખાતા ફણગાવેલા કઠોળના આ ચમત્કારિક ફાયદા જાણશો તો જીવનભર આભાર માનશો
આજના વ્યસ્ત સમયમાં લોકો એટલા બધા લીન થઇ ગયા છે કે તેઓ પોતાના માટે થોડો એવો સમય પણ કાઢી નથી શક્તા.એવામાં અનિયમિત ખાણી-પીણી અને દિનચર્યાને લીધે આપણે ઘણી એવી સાસમ્યાઓનો સામનો કરવો પડે છે. જેને લીધે દરેક કોઈને કોઈ બીમારીની ઝપેટમાં આવી જાય છે. જેનું મુખ્ય કારણ છે કે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન ના મળવું.

ફણગાવેલા કઠોળમાં પ્રોટીન,વિટામિન્સ,મિનરલ્સ વગેરે ભરપૂર માત્રામાં હોય છે જે કેન્સર,બ્લડ પ્રેશર,વગેરે જેવી ગંભીર બીમારીઓમાંથી છુટકારો આપે છે.તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ કેન્સરને વધારનારા ફ્રી રેડિકલ્સને ખતમ કરી નાખે છે જેને લીધે કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે.એવામાં જ ફણગાવેલા કઠોળ ખાવામાં આવે તો તમે સ્વાસ્થ્યને લગતી અનેક સાસમ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આવો તો તમને જણાવીએ ફણગાવેલા કઠોળ તમને કંઈ કંઈ રીતે ફાયદો કરાવે છે.

1. લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે.
ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને સાફ કરે છે.લોહીના કારણે થયેલી બીમારીઓને દૂર કરે છે.લોહી સાફ હોવાથી skin ની બીમારી તેમજ ખીલથી રાહત થાય મળે છે.
એટલા માટે બાળકોને અડધો કપ ફણગાવેલા કઠોળ આપવા જોઈએ અને મોટા લોકોએ આખો કપ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ.
2. પાચનતંત્રને સારુ રાખે છે.
ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ વિટામીન એ-બી-સી-ઈ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક જેવા બધા જ પોષક તત્ત્વો તેમાં આવેલા હોય છે. તેમજ તેમાં ફાયબરની પણ ખૂબ જ માત્રા આવેલી હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે.

3. હાડકા મજબૂત કરે છે.
ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં આવેલું હોય છે, જે હાડકાને મજબૂતી આપે છે. ફણગાવેલા કઠોળ દરેક ઉંમરના લોકો લઇ શકે છે.
4. મોટાપો દૂર કરે છે.
ફણગાવેલા કઠોળ શરીરમાં એનર્જી લેવલ વધારે છે તેમજ વધારાની કેલરી ઘટી જાય છે.એક કપ ફણગાવેલા કઠોળ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.પણ ધ્યાન રાખો કે ફણગાવેલા કઠોળને રાતના સમય ક્યારેય પણ ખાવા ન જોઈએ જે પેટમાં ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.

5. વાળ માટે પણ ફાયદાકારક છે.
વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ કરે છે. ફણગાવેલા કઠોળમાં પોટેશિયમ તેમજ ફેટી એસિડ પણ આવેલા હોય છે. જે દિલના રોગો માટે ખૂબ જ મહત્વના છે. ફણગાવેલા કઠોળ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.
6. આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
રોજ ફણગાવેલા અનાજ ખાવાથી આંખની રોશની મળે છે. તેમજ આંખના નંબર દુર થાય છે.આ સિવાય અસ્થમા તેમજ શ્વાસના દર્દીઓ માટે ખુબજ ઉપયોગી છે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.