ખબર

WHOની અત્યાર સુધીની સૌથી મોટી ચેતવણી, વાંચીને તમે પણ થરથર કંપવા લાગશો

કોરોના વાયરસનો પ્રચાર પ્રસાર આખી દુનિયામાં પૂર ગતિએ ફેલાઈ રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેને રોકવા માટે વેક્સિનના પ્રયાસો પણ ચાલુ છે છતાં પણ હજુ સુધી અસરકારક કોઈ વેક્સીન સામે નથી આવી. સમય સમયે WHO દ્વારા પણ અલગ અલગ ચેતવણીઓ અને સાવચેતીના પગલાં બાબતે નિવેદનો આપવામાં આવે છે. પરંતુ હાલમાં WHO તરફથી એવી ચેતવણી આપવામાં આવી છે જેના કારણે આખી દુનિયા ચિંતામાં મુકાઈ ગઈ છે.

Image Source

આ વખતે WHO દ્વારા ગર્ભવતી મહિલાઓને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (Unicef) અને તેના સહયોગી સંગઠનોએ જાહર કરી છે કે “કોરોના મહામારીથી ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભ માટે ખતરો વધી રહ્યો છે.”

Image Source

WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે “કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને વર્ષમાં 20 લાખથી વધારે ‘સ્ટિલબર્થ’ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે. ગર્ભધારણના 28 અઠવાડિયે અથવા તેના બાદ મૃત બાળકનું જન્મ થવું અને પ્રસવ પીડા દરમિયાન મોત નિપજવાને “સ્ટિલબર્થ” કહેવામાં આવે છે

Image Source

તો આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)ના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરે જણાવ્યું હતું કે: “દર 16 સેકન્ડમાં ક્યાંક કોઈ માતા ‘સ્ટિલબર્થ’ની પીડા સહન કરે છે. ખૂબ જ કાળજી, પ્રસૃતિ પહેલા યોગ્ય સારસંભાળ અને સુરક્ષિત પ્રસૃતિ માટે ડૉક્ટરોની મદદથી આને રોકી શકાય છે.”

Image Source

સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે ગયા વર્ષે ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં દર 4 બાળકોના જન્મમાંથી 3 ‘સ્ટિલબર્થ’ થયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.