ગ્રીષ્મા હત્યા કેસ: હત્યારા ફેનીલનાં વકીલે કોર્ટમાં કરી એવી એવી દલીલ કે જાણીને તમારો પિત્તો પણ છટકવા લાગશે, જુઓ શું કહ્યું ?

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં કોર્ટ ટ્રાયલ ચાલુ છે, સાક્ષીઓની જુબાની પણ લઇ લેવામાં આવી છે, ત્યારે હાલ કોર્ટમાં વકીલોની દલીલો ચાલી રહી છે, ગ્રીષ્માનો કેસ લડી રહેલા જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો બાદ હવે આરોપી પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા દલીલ કરવામાં આવી હતી.

ગત સોમવારના રોજ ઝમીર શેખ દ્વારા દલીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે સ્થળ ઉપર પંચનામું કરાયું ના હોવાનું અને તપાસ અધિકારી બંને જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાયા ? એવી દલીલ કરી હતી, આ ઉપરાંત તેમને તપાસના બીજા અનેક છીંડા તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું.

સોમવારના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી આ દલીલ સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી. ત્યાબાદ આજરોજ એટલે કે મંગળવારે વધારાની દલીલો કરવામાં આવશે. ઝમીર શેખે જણાવ્યું કે જે પંચનામું તૈયાર થયું ત્યારે મોબાઈલ સ્થળ ઉપરથી મળ્યો નથી, ફોન પણ તેના સંબંધી દ્વારા પાછળથી રજૂ કરવામાં આવ્યો. તો ગ્રીષ્માની ડેડબોડી પાસેથી ફોન કોણે ગાયબ કર્યો ?

આ ઉપરાંત બચાવ પક્ષના વકીલે એમ પણ જણાવ્યું હતું કે FSLમાં આ ફોન પછી ખુલ્યો જ નહીં અને આરોપીનો ફોન કેમ કબ્જે લેવામાં આવ્યો નહિ અને આરોપીને હોસ્પિટલ લઇ ગયા બાદ પુરાવા ઉભા કરવા માટે રેકોર્ડિંગ ઉભું કરવામાં આવ્યું હોવાની પણ દલીલ તેમને કરી હતી. આ ઉપરાંત તેમને ઘટના સ્થળેથી મળેલા ચપ્પા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે કહ્યું હતું કે ગલીના નાકે પહેલા તેના કાકાને ચપ્પુ મારવામાં આવ્યું હતું, જે ચપ્પુ પકડી લેવામાં આવ્યું જેના બાદ ફેનિલે બીજું ચપ્પુ કાઢ્યું હતું એટલે એ પ્રમાણે એક ચપ્પુ ગલીના નાકે હોવું જોઈએ તો હવે ચપ્પુની જે રિકવરી ડેડ બોડી પાસે થઇ છે અને બીજું ચપ્પુ ઘર પાસેથી મળ્યું છે, આ બંને વિરોધાભાસ ઉભો કરે છે, કારણ કે સોસાયટીના નાકેથી ઘરની દુરી 200 મીટર છે.

Niraj Patel