અજબગજબ ખબર

અરવિંદ કેજરીવાલજી ની આ બે તસ્વીરો થઇ રહી છે વાયરલ જેમાં છે 10 અંતર શોધવાનું ચેલેન્જ, તમે શોધી શકશો?

હજી તો દેશમાં કોરોનાની મહામારી ખતમ થઇ નથી કે બીજી તરફ રાજધાની દિલ્લીમાં ચારે તરફ ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે. જ્યા એક તરફ કોરોનાની ઝપેટમાં હજારો લોકો વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે ત્યાં દિલ્લીમાં બીજો રોગ લાગુ પડી રહ્યો છે.

Image Source

હંમેશાની જેમ વરસાદની ઋતુમાં આવતો ડેન્ગ્યુનો ખતરો સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને નવેમ્બર મહિના સુધી રહે છે. જ્યાં એક તરફ લોકો કોરોનાના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે અને એવામાં દિલ્લીમાં ડેન્ગ્યુનો રોગ ફાટી નીકળ્યો.

ડેન્ગ્યુથી બચવા માટે મુખ્યમંત્રી અરવિંદજીએ ડેન્ગ્યુના વિરુદ્ધ ‘દસ અઠવાડિયા, 10 વાગ્યે, 10 મિનિટ’ અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં અરવિંદજીએ સૌથી પહેલા પોતાના ઘરમા સંગ્રહિત પાણીને ફેંકીને ત્યાં સ્વચ્છ પાણી રાખ્યું.

Image Source

અરવિંદજીએ પોતાના આ અભિયાનની તસ્વીરો 13 સ્પેટમ્બરના રોજ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી.

આ તસ્વીરને એક ટ્વીટર યુઝર @Atheist_Krishna એવી રીતે ફોટોશોપ્ડની મદદથી એવો ફેરફાર કર્યો કે લોકોને ખબર પણ નહિ પડે કે આખરે આ બંન્ને તસ્વીરોમાં શું અંતર છે. @Atheist_Krishna એ અરવિંદજીની આ તસ્વીર પર ફેરફાર કરીને ફરીથી નવી તસ્વીર પોસ્ટ કરી હતી.

Image Source

@Atheist_Krishna  એ જણાવ્યું કે આ તસ્વીરમાં 10 અંતર છે, જેને શોધવા માટે તેણે પબ્લિકલી ચેલેન્જ આપી છે.

આ બંન્ને તસ્વીરોને @Atheist_Krishna એ સોમવારે શેર કરી હતી અને કૈપ્શનમા લખ્યું કે,”10 અંતર શોધો”. તેના આવા પ્રયાસ પર તેના આ ટ્વીટને 10 હજારથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે અને 1 હજારથી વધારે રી-ટ્વીટ મળી ચુકી છે. લોકો બંન્ને તસ્વીરોમાં અંતર શોધીને કમેન્ટમાં જવાબ પણ આપી રહ્યા છે. ચાલો એક કોશિશ તમે પણ કરી લો કે તમે આ દસ અંતર શોધી શકો છો કે નહીં!

પહેલી તસ્વીર-

Image Source

બીજી તસ્વીર-

Image Source

જણાવી દઈએ કે ડેન્ગ્યુના વિરુદ્ધ શરૂ કરવામાં આવેલું આ અભિયાન 10 અઠવાડિયા સુધી ચાલશે. તેમણે કહ્યું કે આગળના વર્ષની જેમ આ વર્ષે પણ દરેક દિલ્લી વાસીઓ મળીને આ અભિયાનને સફળ બનાવશે અને ડેન્ગ્યુને હરાવશે.

Image Source

ડોકટરોનું પણ કહેવું છે કે કોરોના સંક્રમણના સમયમાં ડેન્ગ્યુથી બચાવ કરવો ખુબ જ જરૂરી છે કેમ કે કોરોના પીડિત વ્યક્તિને ડેન્ગ્યુ રોગ થવાથી જીવ જોખમમાં આવી શકે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.