અજબગજબ

સપનાનું સપનું થયું સાચું, ઝટકામાં બની ગઈ કરોડપતિ, 22 કરોડ રૂપિયાનું લાગ્યું જેકપોટ

સંયુકત અરબ અમીરાતમાં (યુએઈ) એક ભારતીય મહિલાને 22 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ મહિલાનું નામ સપના નાયર છે. તેઓ દુબઈમાં એન્જીનીયર તરીકે કામ કરે છે. આમ તો તેઓ કેરળના રહેવાસી છે. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તેમને પહેલા વિશ્વાસ જ ન આવ્યો. તેમને જણાવ્યું હતું કે તેઓ આ રકમ મેળવ્યા પછી પણ પોતાની નોકરી નહીં છોડે. તેઓ જીતેલી રકમનો એક ભાગ સુરક્ષાથી વંચિત રહેલી મહિલાઓ માટે ઉપયોગમાં લેશે.

Image Source

સપના પોતાના પતિ અને પાંચ વર્ષની છોકરી સાથે અબુધાબીમાં રહે છે. અબુધાબી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર દર મહિને યુએઈનો મોટો અને જૂની લોટરીનો ડ્રો રાખવામાં આવે છે. નસીબના સાથથી સપનાનું પણ સપનું પૂરું થયું અને તેમને આ ડ્રો માં 22 કરોડનું ઇનામ લાગ્યું. સપને અને તેમના પરિવારના ચહેરા પર ખુશી સમાતી ન હતી.

Image Source

અબુધાબી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર દર મહિને યુએઈની મોટો અને જૂની લોટરીનો ડ્રો રાખવામાં આવે છે. આ ડ્રો મહિનામાં એક જ વાર થાય છે. બિગ ટિકિટ લિટરી રેફલ અબુધાબી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી સંચાલિત કરવામાં આવે છે. આ લોટરી લોકોને કરોડો રૂપિયાની સાથે સાથે લેંડ રોવર્સ, બીએમડબ્લ્યુ જેવી ગાડીઓ પણ જીતવાની તક આપે છે. જેકપોટ અથવા ઇનામ તરીકે એક ટિકિટને પસંદ કરવામાં આવે છે. ઇનામ કેટલી રકમ મળશે તેની સંભાવના ટિકિટના વેચાણ પર હોય છે.

Image Source

જૂનમાં યુએઈના શારજાહના રહેવાશી સંજય નાથને 18 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. સાંજ નાથ 37 વર્ષના છે. તેઓ કેરળમાં પંથલમ કુદાસ્સનદના રહેવાસી છે. તેઓ ડિઝાઈનર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks