આ મહિલા છે ગજબની ટેલેન્ટેડ, એક જ જીભથી લઇ શકે છે બે અલગ અલગ સ્વાદ, વીડિયો જોઈને તમારી આંખો ઉપર પણ વિશ્વાસ નહીં થાય

દુનિયાની અંદર ઘણા લોકો એવા છે જેમની પાસે વિશિષ્ઠ કૌશલ હોય છે, તેમના આ કૌશલના આધારે તે ઘણીવાર દુનિભરમાં છવાઈ જતા હોય છે અને આજે તો સોશિયલ મીડિયાનો જમાનો  હોય ટેલેન્ટ બહાર આવતા વાર નથી લાગતી, ત્યારે હાલમાં એવી જ એક મહિલાનો એક ખુબ જ વિચિત્ર ટેલેન્ટ બહાર આવ્યો છે, જે એક જ જીભથી બે અલગ અલગ સ્વાદ લઇ શકે છે.

આ મહિલાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ આ મહિલાની જીભને વચ્ચેથી બે ભાગમાં કપાયેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. બ્રિઆના મેરી શિહાદેહ નામની એક મહિલા તેની જીભ કાપીને બે ડ્રિંક્સની મજા માણી રહી છે. બ્રિઆના કેલિફોર્નિયાની એક ડ્રેડલોક આર્ટિસ્ટ છે જેને બોડી મોડિફિકેશનનો શોખ છે.

હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તે એક સાથે પાણી અને સ્પ્રાઈટનો સ્વાદ ચાખતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે, મહિલાની જીભ શસ્ત્રક્રિયા દ્વારા કાપી નાખવામાં આવી છે અને હવે તે એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓનો સ્વાદ લેવા સક્ષમ છે. વીડિયોમાં તે ગ્લાસમાં પાણી અને સ્પ્રાઈટને રેડતા જોઈ શકાય છે. તે પછી તેમને એકસાથે ચાખવા માટે નીચી વળે છે. તે જીભના બે ભાગોને અલગ ગ્લાસમાં મૂકે છે.

 

View this post on Instagram

 

A post shared by 🌼Flower🌼 (@flower.friendly)

વીડિયોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @flower.friendly પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો, તમે પહેલા કયા બે ફ્લેવર્સ અજમાવશો? વીડિયોમાં લખ્યું છે કે, તમે એક સાથે બે સ્વાદ ચાખી શકો છો. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને 13 હજારથી વધુ લાઈક્સ મળી છે કારણ કે મહિલાને એક સાથે બે વસ્તુઓ પીતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાની પ્રતિભા જોઈને ચોંકી ગયા છે અને અન્ય લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ પ્રક્રિયાથી તેણીને નુકસાન થયું છે? અન્ય યુઝરે કહ્યું કે મારે આ પ્રયાસ કરવો પડશે.

Niraj Patel