ખબર વાયરલ

ઊંચી ઇમારત ઉપરથી સ્પાઈડર મેને લગાવ્યો કૂદકો, પરંતુ પછી થઇ એવી હાલત કે વીડિયો જોઈને તમારી ચીસ પણ નીકળી જશે, જુઓ

સ્પાઈડર મેન એ બાળકોથી લઈએં મોટેરાંઓનું એક ગમતું પાત્ર છે, એ ફિલ્મ પણ લોકોને જોવી ખુબ જ પસંદ આવી હતી. ઘણા લોકો સ્પાઈડર મેન જેવા કપડાં પહેરી અને અલગ અલગ સ્ટન્ટ કરતા પણ જોવા મળે છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ કરવા જોખમ કારક પણ સાબિત થાય છે. હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં અમેરિકાના ડિઝની કેલિફોર્નિયા એડવેન્ચર પાર્કમાં સ્પાઈડર મેન રોબોટ દ્વારા કરવામાં આવેલો એક સ્ટંટ ખોટો પડ્યો હતો, જેના કારણે ઘણા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં સ્પાઈડર મેનનો પોશાક પહેરેલો રોબોટ દોરડા ઉપરથી ઝૂલતો અને પલટી રહ્યો છે. જો કે, થોડીક સેકન્ડો પછી આ સ્ટંટ એવી ઘટનામાં ફેરવાઈ ગયો જેનો કોઈને અંદાજ ન હતો. સ્પાઈડર મેન રોબોટનું લેન્ડિંગ યોગ્ય રીતે થયું ન હતું અને તે અકસ્માતનો શિકાર બન્યો હતો.

આ ઘટનાને કોઈએ તેમના સ્માર્ટફોનમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી, જે પછી તે ટૂંક સમયમાં વાયરલ થઈ ગઈ. 15 સેકન્ડની લાંબી વિડિયો ક્લિપ પોસ્ટ થયાના બે દિવસમાં લાખો વ્યૂઝ મેળવી ચૂકી છે. ઘણા દર્શકોએ વિચાર્યું કે તે એક માણસ છે અને એક દુ:ખદ અકસ્માત થયો હતો, જ્યારે ત્યાં હાજર લોકો ચીસો પાડી ઉઠ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Darren L. (@mdglee_szm)

પરંતુ પછી સામે આવ્યું હતું કે આ ઘટના રોબોટ સાથે થઈ હતી. સ્પાઈડર મેન રોબોટ દોરડામાંથી ઝૂલ્યા પછી હવામાં ઉડ્યો. જોકે, રોબોટ એક ઈમારત સાથે અથડાયો હતો. ફોક્સ 11 અનુસાર રોબોટ બિલ્ડિંગ પર ઉતર્યો હોવાનું માનવામાં આવે છે. આઉટલેટે અહેવાલ આપ્યો હતો કે અકસ્માત બાદ શો થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો, પરંતુ તે જ દિવસે પછીથી ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ઘણા લોકો આ વીડિયો ઉપર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.