VIDEO: સ્પાઇસજેટનું પ્લેનમાં લેન્ડિંગ પહેલા લાગ્યો જોરદાર ઝાટકો, 40 યાત્રી ઘાયલ, 10ની હાલત ગંભીર

ફ્લાઈટમાં બેસતા પહેલા આ વીડિયો જોઈ લેજો, 40 પેસેન્જર ઘાયલ અને 10 ની તો એવી ખરાબ હાલત થઇ કે તસવીરો જોઈને ખળભળી ઉઠશો

રવિવારના રોજ મુંબઇથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઇ રહેલ સ્પાઇસજેટ બોઇંગ B737 વિમાન તોફાન (ટર્બુલેંસ)માં ફસાઇ ગયુ. આ કારણે તેમાં સવારે લગભગ 40 યાત્રી ઘાયલ થઇ ગયા. તેમાંથી 10ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જો કે, પાયલટની સૂજબૂજને કારણે વિમાન સુરક્ષિત રન વે પર ઉતરી ગયુ. ઉલ્લેખનીય છે કે, ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, પાયલટે ખતરાને જોતા જ સીટ બેલ્ટનો સાઇન ઓન કરી દીધો હતો.

તે બાદ ફૂડ ટ્રોલીથી ટકરાવવાને કારણે બે યાત્રી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. વિમાનમાં ઝાટકાથી કેબિનમાં રાખેલ સામાન યાત્રીઓ પર પડવા લાગ્યો. આનાથી 40 યાત્રીઓના ઘાયલ થવાની સૂચના છે. અચાનક થયેલી આ ઘટનાથી વિમાનની અંદર અફરાતફરી મચી ગઇ હતી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, ઘાયલોમાં 10ની હાલત ગંભીર છે. અરલાઇન્સ પ્રવક્તાએ જણાવ્યુ કે, વિમાનને દુર્ગાપુરમાં સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યુ હતુ.

ઘાયલ યાત્રીઓને તરત જ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. વિમાનની કંપનીએ આ ઘટના પર દુ:ખ પણ વ્યક્ત કર્યુ છે. સ્પાઈસજેટ એરક્રાફ્ટ બોઈંગ B737એ મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. જ્યારે પ્લેન લેન્ડ થવાનું હતું ત્યારે તે વાતાવરણમાં ગંભીર વિક્ષેપમાં ફસાઈ ગયું. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “1 મેના રોજ, સ્પાઈસ જેટનું બોઈંગ B737 એરક્રાફ્ટ મુંબઈથી દુર્ગાપુર જતી ફ્લાઈટ SG-945નું સંચાલન કરતી વખતે એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે તે સમયે વાતાવરણમાં ગંભીર વિક્ષેપ સર્જાયો હતો.

જેના કારણે કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા.” પ્રવક્તાએ જણાવ્યું હતું. જ્યારે વિમાન દુર્ગાપુર ઉતર્યું ત્યારે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.તેમણે કહ્યું “સ્પાઈસજેટ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બદલ ખેદ વ્યક્ત કરે છે અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી રહી છે”.વીડિયોમાં સ્પાઈસજેટની ફ્લાઈટના ફ્લોર પર કપ, બોટલ અને અન્ય ઘણી વસ્તુઓ સહિત વસ્તુઓ ફેલાયેલી જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઓક્સિજન માસ્ક લટકેલા છે અને કેબિનનો સામાન પણ મુસાફરો પર પડી રહ્યો છે. આ સાથે એરહોસ્ટેસ મુસાફરોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

Shah Jina