પોતાની રમુજી કવિતાઓ સાથે ફ્લાઇટમાં એનાઉન્સ કરી રહેલા પાયલોટનો વધુ એક વીડિયો, બેંગકોક આવેલા યાત્રીઓને જે કહ્યું એ સાંભળી પેટ પકડી લેશો… જુઓ

“જે જે વ્યક્તિ બેંગકોક ફ્લાઈટમાં જુઠ્ઠું બોલીને આવ્યા છે…” સ્પાઇસ જેટના પાયલોટે એવા રમુજી અંદાજમાં કર્યું એનાઉન્સમેન્ટ કે લોકો ખડખડાટ હસવા લાગ્યા, વાયરલ થયો વીડિયો

SpiceJet Pilot Announcement video : ઇન્ટરનેટ પર કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય તે કોઈ નથી જાણતું. ઘણા વીડિયો એવા હોય છે જે લોકોનું ધ્યાન ખેંચે છે અને રાતો રાત લાખો લોકો તેને જોઈ લેતા હોય છે અને પછી વીડિયો બનાવનાર વ્યક્તિ પણ ચર્ચામાં આવી જતા હોય છે. ત્યારે એવા જ એક પાયલોટ (Pilot) પણ ચર્ચામાં આવ્યા હતા. જે રમુજી અંદાજમાં પેસેન્જરને કવિતા સંભળાવી એનાઉન્સમેન્ટ (Announcement) કરી રહ્યા હતા.

પાયલોટની રમુજી કવિતા:

ત્યારે હવે તેમનો તેમનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કાવ્યાત્મક શૈલીમાં જાહેરાત કરતા જોવા મળે છે. આ કવિ પાયલોટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થઈ ચૂક્યો છે. મોહિત તેવટિયા નામના આ પાયલોટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘કવિ પાઈલટ’ પરથી આ વીડિયો શેર કર્યો છે.

પાન મસાલા ખાતા લોકોને કહ્યું આવું :

વીડિયોમાં પાયલોટ પોતાની ખાસ સ્ટાઈલમાં મુસાફરોને સંદેશ આપતા જોવા મળે છે. તે કહેતા સાંભળવા મળે છે કે “જમીનથી ઉપર આકાશ સુંદર હશે, આજની ફ્લાઈટમાં ગુટખા અને પાન પર પ્રતિબંધ છે, કારણ કે બારીઓ  ખુલ્લી નથી અને અમે કચરાપેટી રાખતા નથી.” દરેક વ્યક્તિ તાળીઓ પાડે છે અને પાયલોટની લાઇન પર હસે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બેંગકોક જતા લોકોને આપી ચેતવણી:

પાયલોટ આગળ કહે છે કે, “જે જે વ્યક્તિ બેંગકોક ફ્લાઈટમાં જુઠ્ઠું બોલીને આવ્યા છે આજે સાંજે, ઘરે પાછા ધ્યાનથી જજો, નહિ ભાભી ખેંચશે કાન” મોહિત તેવટિયાના આ વીડિયો પર 1 લાખ 46 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે અને યૂઝર્સ શાનદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “જે ફ્લાઈટમાં તમારા જેવો પાયલોટ હશે, રડતા પેસેન્જર્સ પણ ખુશ થશે, સાહેબ.” 

Niraj Patel