એક જ વર્ષની અંદર 23 બાળકોનો પિતા બની ગયો આ યુવક, જણાવ્યું “આ કારણે મહિલાઓ તેને કરે છે પસંદ”

એક જ વર્ષની અંદર 23 બાળકોનો પિતા બની ગયો આ યુવક, પછી જે થયું

દુનિયાની અંદરથી અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોઈને પણ વિચારમાં મૂકી દે તેવો છે. આ કિસ્સો છે એક યુવકનો જે એક જ વર્ષમાં 23 બાળકોનો જૈવિક પિતા બની ગયો છે.

આ ઘટનામાં સામે આવ્યું છે કે તે યુવકે શરૂઆતમાં માત્ર શોખ માટે જ પોતાના વર્યનું દાન કર્યું હતું. પરંતુ ત્યારબાદ તેને ડૉનેટને પોતાની ફૂલ ટાઈમ જોબ બનાવી લીધી હતી. હવે યુવકની આ હરકતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલો છે ઓસ્ટ્રેલિયાનો. જ્યાં એલન ફાન નામનો એક વ્યક્તિ દેશની અંદર ડોનેટ કરવા માટે ખુબ જ ચર્ચિત બની ગયો છે. યુવકનું કહેવું છે કે મહિલાઓ તેની જાતિ અને શુક્રાણુઓ હેલ્દી હોવાના કારણે તેને વધુ પસંદ કરે છે.

ડેઇલી મેલના એક રિપોર્ટ પ્રમાણે એલન પોતે જ બે બાળકોનો પિતા છે. પરંતુ તેને અંગત રીતે ડોનેટ કરીને લગભગ 23 બાળકો પેદા કર્યા છે. તે રજીસ્ટર્ડ ફર્ટિલિટી સેન્ટરમાં પણ ડોનેટ કરતો હતો.

ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં રહેવા વાળા 40 વર્ષીય એલનની હવે તપાસ ચાલી રહી છે. કેટલાક ફર્ટિલિટી ક્લિનિક દ્વારા જ એલન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. એલન ઉપર આરોપ છે કે તેને અધિકૃત ક્લિનિકનીથી બીજી જગ્યાએ ડોનેટ કર્યું અને નિર્ધારિત સીમાથી વધારે બાળકો પેદા કર્યા. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા કાયદા અંતર્ગત એક પુરુષ ફક્ત 10 ફેમેલી બનાવી શકે છે. તો એલનનું કહેવું છે કે તેના માટે મહિલાઓને ના પાડવી ખુબ જ મુશ્કેલી ભરેલું કામ હતું. જેના કારણે તેને એક દિવસમાં ત્રણ મહિલાઓને ડોનેટ કર્યું.

Niraj Patel