ખબર

શોખ તો જુઓ, બર્ગર ખાવાનું મન થયું તો 2 લાખમાં બુક કર્યું હેલીકૉપટર, 362 કિલોમીટર દૂર પહોંચ્યો આ વ્યક્તિ

ઘણા લોકોના શોખ વિશે આપણે જાણીએ ત્યારે ખરેખર હેરાન રહી જઈએ, એવા જ એક શોખીન વ્યક્તિની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાઈ રહી છે, આ વ્યક્તિનો શોખ જાણીને તમને પણ નવાઈ લાગશે.

Image Source

એક ધનવાન વ્યક્તિને બર્ગર ખાવાની ઈચ્છા થઇ. તેની નજીકમાં તેને કોઈ બર્ગરની દુકાન પસંદ ના આવી. ત્યારબાદ તેને બે કલાક માટે એક હેલીકૉપટર બુક કર્યું અને મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ પહોંચી ગયો.

Image Source

mirror.co.ukના એક રિપોર્ટ પ્રમાણે માત્ર બર્ગર ખાવા માટે બે કલાકની ઉડાન ભરવા વાળા આ વ્યક્તિનું નામ છે વિકટર માર્ટિનોવ. આ ઘટના રૂસમાં બની છે. વિકટર પ્રાઇવેટ યાટના કારોબારમાં છે.

Image Source

મેકડોનાલ્ડમાં પહોંચવા માટે આ કરોડપતિ વિક્ટરે લગભગ 2 લાખ રૂપિયા હેલીકૉપટર રાઈડ ઉપર ખર્ચી નાખ્યા. ગર્લફ્રેન્ડને સાથે લઈને આ વ્યક્તિ બર્ગર ખાવા માટે પહોંચી ગયો.

Image Source

33 વર્ષીય વિકટર રજાઓ મનાવવા માટે ક્રિમીયા ગયો હતો. તે દરમિયાન જ તેને બર્ગર ખાવાની તલબ જાગી. જેના માટે તેને ક્રિમીયા થી ક્રાસનોડરની સફર કરી. હેલીકૉપટરમાં ઉડાન ભરીને તે લગભગ 360 કિલોમીટર દૂર મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટમાં પહોંચ્યો.

Image Source

મેકડોનાલ્ડમાં જઈને વિક્ટરે બિગ મૈક, ફ્રેન્ચ ફ્રાઈઝ, મિલ્કશેક વગેરેનો ઓર્ડર કર્યો. રેસ્ટોરન્ટનું બિલ લગભગ 4,859 રૂપિયા આવ્યું.  તો હેલીકૉપટર ભાડે આપનારી કંપનીનું કહેવું છે કે આના પહેલા આવું બુકીંગ ક્યારેય નથી આવ્યું જેમાં કોઈ વ્યક્તિએ ફક્ત બર્ગર ખાવા માટે જ હેલીકૉપટર બુક કરાવ્યું હોય.