દીકરીને કરિયાવરમાં 2 કિલો સોનાના,100 કિલો ચાંદીના ઘરેણા,SUV કાર, સ્કૂટી,12000 સ્ક્વેર ફૂટની ફેક્ટરી,30X40 પ્લોટ, 2 વીઘા જમીન અને 1 કરોડ 8 લાખ રૂપિયાની FD આપી

આ વ્યક્તિએ દીકરીના લગ્નમાં પાણીની જેમ વહાવ્યા રૂપિયા, રજવાડી ઠાઠમાઠ સાથેના આ લગ્ન જોઈને લોકોની આંખો પણ થઇ ગઈ ચાર… જુઓ વીડિયો

પોતાની દીકરીના લગ્નમાં આ વ્યક્તિએ ભેટમાં આપ્યો ચાંદીનો બેડ, સોફા અને જમીન, વિદાયમાં ઉડાવ્યા એટલા રૂપિયા કે જોઈને આંખો ફાટી પડશે.. જુઓ

લગ્ન એ એક ખુશીઓનો પ્રસંગ છે અને આ પ્રસંગને દરેક વ્યક્તિ ખાસ બનાવવા કંઈપણ કરતા હોય છે. લગ્ન જયારે દીકરીના હોય ત્યારે એક પિતા ખુબ જ ખુશ હોય છે અને પોતાના જીવનભરની કમાણી પણ દીકરીના લગ્નમાં ખર્ચી નાખતો હોય છે. આવા ઘણા લગ્ન તમે જોયા હશે જેમાં લાખો કરોડોના ખર્ચ થયા હશે અને રજવાડી ઠાઠમાઠ પણ જોવા મળ્યો હશે.

ત્યારે હાલ એવા જ એક લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં એક પિતાએ પોતાની દીકરીના લગ્ન શાહી અંદાજમાં કર્યા, જેની દરેક વાત કરી રહ્યા છે, જેતરન વિસ્તારના મોહરાઈ ગામમાં 22 ફેબ્રુઆરીએ લગ્ન સમારોહમાં જાનૈયાઓને આવકારવા માટે શાહી વ્યવસ્થા કરવામાં આવી હતી.

લગ્ન સ્થળ સુધી પહોંચવા માટે બળદગાડા, વિન્ટેજ કાર, ઊંટ, બગીની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં, બિકાનેરના ઉદ્યોગપતિએ તેની દીકરીને સ્ત્રીધન તરીકે 2 કિલો સોનાના ઘરેણા, 100 કિલો ચાંદીના ઘરેણા, તમામ પ્રકારના ફર્નિચર, વાસણો અને એસયુવી કાર અને બંગલો ભેટમાં આપ્યો હતો.

બેંગલુરુમાં પ્રોપર્ટીનો વ્યવસાય ધરાવતા મહેન્દ્ર સિંહ સેવાડે તેમની દીકરી વંશિકાના લગ્ન તેમના પૈતૃક રહેઠાણ મોહરાઈથી લગભગ 5 કિલોમીટર દૂર એક જગ્યાએ ગોઠવ્યા, જ્યાં જાનૈયાઓ માટે આરામ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બિઝનેસમેન મહેન્દ્ર સિંહની બેંગ્લોરમાં પ્રોપર્ટી છે અને તે પાઇપનો બિઝનેસ પણ કરે છે. તેઓ તેમના પૈતૃક ગામ મોહરાઈમાં રહે છે.

ઉદ્યોગપતિ તેની પુત્રી વંશિકાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા, તેથી તેણે તેના પિતા અને મોટા ભાઈ સાથે આ વિશે વાત કરી. વંશિકાનો વર કુલદીપ સિંહ જગરવાલ પણ એક બિઝનેસમેન છે અને પરિવાર પેહના ગામનો રહેવાસી છે. મહેન્દ્રસિંહે લગ્નમાં ચાંદીના વાસણો અને ચાંદીનો પલંગ, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ વગેરે ભેટમાં આપ્યા છે.

આટલું જ નહીં, બિઝનેસમેન પિતાએ તેમની પુત્રીને કરોડો રૂપિયાની અન્ય વસ્તુઓ પણ આપી છે. સમગ્ર વિસ્તારમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. પરિવારજનોની સંમતિ બાદ લગ્ન થયા હતા. મહેન્દ્રસિંહે તેમની પુત્રી વંશિકાની વિદાય વખતે લાખો રૂપિયા ફેંકીને નોટોનો વરસાદ કર્યો હતો.

આ સાથે અન્ય 3 કિલો વજનના સોનાના ઘરેણા પણ દીકરીને માથાથી પગ સુધી પહેરવા માટે આપવામાં આવ્યા છે. આ સાથે એક SUV700 કાર, સ્કૂટી, બેંગલુરુમાં 12000 સ્ક્વેર ફૂટની ફેક્ટરી, 30X40 પ્લોટ, પાલી હાઉસિંગ બોર્ડમાં 2 વીઘા જમીન અને એક કરોડ આઠ લાખ રૂપિયાની FD પણ આપવામાં આવી છે.

Niraj Patel