દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

Zomato માટે ડિલિવરી બોય તરીકે કામ કરતા દિવ્યાંગ વ્યક્તિનો વિડીયો થયો વાયરલ, લોકોએ કર્યા ખૂબ જ વખાણ

આજકાલ ઓનલાઈન ફૂડ-ડિલિવરી પ્લેટફોર્મના કારણે આપણે અવાર-નવાર ખાવાનું બહારથી મંગાવતા રહીએ છીએ. અને આ જ કારણ છે કે ઘણા બેરોજગાર લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. આપણા દેશમાં આવી ગણતરીની કંપનીઓ છે જે લોકોને તેમની ડિમાન્ડ પર જલ્દીથી ભોજન પહોંચાડે છે.

આપણે રોજ જુદા-જુદા ડિલિવરી બોય્સ જોઈએ છીએ અને હમણાં તો ક્યાંક-ક્યાંક ડિલિવરી ગર્લ્સ પણ જોવા મળી રહી છે. જે પોતાના વાહનો લઈને આપણા સુધી ખાવાનું પહોંચાડે છે. પણ આજે વાત કરીએ એક એવા ડિલિવરી બોય વિશે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આ વાયરલ વીડિયોમાં એક દિવ્યાંગ વ્યક્તિ ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો દેખાઈ રહ્યો છે. હનિ ગોયલ નામના એક ટ્વીટર એકાઉન્ટથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક દિવ્યાંગ વ્યક્તિ ઝોમેટોની ટી-શર્ટ પહેરીને ડિલિવરી બોયનું કામ કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ એક હાથથી સાયકલ ચલાવી રહ્યો છે, આ સાયકલ દિવ્યાંગ લોકો માટેની ખાસ સાયકલ છે.

આ વીડિયોને લોકોએ ખૂબ જ શેર કર્યો છે અને લોકો આ વ્યક્તિના ખૂબ જ વખાણ કરી રહયા છે. માહિતી મુજબ, આ વિડીયો રાજસ્થાનના બ્યાવર શહેરના દિવ્યાંગ વ્યક્તિ રામુનો છે, જે ઝોમેટો માટે ડિલિવરી બોયનું કામ કરે છે. લોકોએ ઝોમેટોને એક દિવ્યાંગ વ્યક્તિને પોતાને ત્યાં કામ પર રાખીને રોજગાર આપવા માટે ખૂબ જ વખાણ કર્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks