ખબર જાણવા જેવું

જાણો એ વિમાનની ખાસિયતો કે જેનાથી ભારત આવી રહયા છે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય મુલાકાતે ભારત આવી રહ્યા છે. ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતમાં રહેશે. આ દરમિયાન, નવી દિલ્હી સિવાય, તેઓ અમદાવાદ (ગુજરાત) અને તાજમહેલ (આગરા) ની પણ મુલાકાત લેશે.

Image Source

ગમે ત્યાં પહોંચવા માટે તેની બેજોડ તાકાત સહીત અન્ય સુરક્ષા સુવિધાઓથી સજ્જ એરફોર્સ વન વિમાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ફર્સ્ટ લેડી મેલિના ટ્રમ્પને લાવવા તૈયાર છે. એરફોર્સ વન બોઇંગ 747-200 બી શ્રેણીનું વિમાન છે, જેમાં જરૂરીયાત મુજબ બદલાવ કરીને ખૂબ સલામત બનાવવામાં આવ્યું છે.

Image Source

વ્હાઇટ હાઉસે પોતાની વેબસાઇટ પર આ વિમાન સાથે જોડાયેલી માહિતીમાં એમ પણ જણાવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિને ગમે ત્યારે ગમે ત્યાં જવું પડી શકે છે. ‘એરફોર્સ વન’ અમેરિકન રાષ્ટ્રપતિ માટેનું પ્રતીક છે. વ્હાઇટ હાઉસે પોતાની વેબસાઇટ પર આ વિમાન વિશે તમામ જાણકારીઓ આપી છે.

Image Source

આ જાણકારી અનુસાર, એરફોર્સના કોઈપણ વિમાન કે જેમાં રાષ્ટ્રપતિ મુસાફરી કરે છે તે એર ફોર્સ વન તરીકે ઓળખવામાં આવી શકે છે. એટલે કે કમાન્ડર-ઇન-ચીફને લઇ જતા વિમાનને એરફોર્સ વન ફ્લીટમાં સામેલ કરવામાં આવે છે. વર્તમાનમાં આ નામ બે બોઇંગ 747-200 બી સીરીઝના વિમાનને આપવામાં આવ્યું છે. જેના ટેઇલ કોડ્સ 28000 અને 29000 છે. આ વિમાન માટે અમેરિકન વાયુસેનાએ VC-25A નામ આપ્યું છે.

Image Source

વિમાન પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા લખેલું છે. યુએસ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિની સીલની તસ્વીર તેની વિશેષ ઓળખ છે. તે 45 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. તેની ઊંચાઈ 6 માળની ઇમારત જેટલી છે અને લંબાઈ ફૂટબોલના મેદાન જેટલી છે.

Image Source

ચાલો જાણીએ શા માટે એર ફોર્સ વન ખાસ છે –

તે વિશ્વના કોઈપણ રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાયેલું સૌથી આધુનિક અને સૌથી મોટું વિમાન છે. આ વિમાનનો દાયરો અમર્યાદિત છે. યુએસ રાષ્ટ્રપતિ ઇચ્છે ત્યાં અને વિશ્વમાં જ્યાં પણ જરૂરી હોય ત્યાં આ વિમાન સરળતાથી તે સ્થળે પહોંચી શકે છે.

Image Source

અંદરથી કેવું હોય છે આ વિમાન –

– એરફોર્સ વનની અંદર 4000 સ્ક્વેર ફૂટની જગ્યા છે. વિમાન અંદરથી ત્રણ સ્તરોમાં વહેંચાયેલું છે. તેમાં રાષ્ટ્રપતિ માટે એક વિશેષ સ્યૂટ પણ છે, જેમાં વિશાળ ઓફિસ, કોન્ફરન્સ રૂમ અને બાથરૂમ હોય છે.

– આ વિમાનમાં બે રસોડા મળીને એક સમયે 100 લોકોને ખાવાની વ્યવસ્થા હોય છે.

– આ વિમાનમાં રાષ્ટ્રપતિની સાથે આવનારા અધિકારીઓ (વરિષ્ઠ સલાહકારો, ગુપ્ત સેવા અધિકારીઓ, પત્રકારો) તથા અન્ય મહેમાનો માટે પણ ઓરડાઓ હોય છે.

Image Source

– આ ઉપરાંત, વિમાનમાં એક મેડિકલ સ્યૂટ પણ હોય છે, જેનો ઉપયોગ જો જરૂરી હોય તો ઓપરેશન થિયેટર તરીકે કરી શકાય છે. એક ડોક્ટર પ્લેન પર કાયમી હાજર રહે છે.

– આ સિવાય, એરફોર્સ વનને આવશ્યક સૂચનાઓ માટે ઘણા કાર્ગો વિમાનો પણ છે.

– આ લક્ઝુરિયસ એરક્રાફ્ટ હવામાં ઉડતી હોટલ જેવું છે. તેમાં આધુનિક કમ્યુનિકેશન સિસ્ટમ, મીટિંગ ઓફિસ સહિતની તમામ સુવિધાઓ છે.

Image Source

વિમાનની આ છે ખાસિયતો –

– એરફોર્સ વનમાં 965 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની ક્ષમતા છે. તેમાં સર્જરી અને મેડિકલની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. તેમાં ઓપરેટિંગ ટેબલ પણ હોય છે અને રાષ્ટ્રપતિના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું લોહી પણ રેફ્રિજરેટરમાં મૂકવામાં આવે છે.

– ફ્લાઇંગ વ્હાઇટ હાઉસ તરીકે જાણીતા એરફોર્સ દ્વારા વિશિષ્ટરૂપે બનાવવામાં આવેલું આ વિમાન 70 મીટર લાંબું છે.

Image Source

– અન્ય બોઇંગ પેસેન્જર વિમાનોની જેમ, આ વિમાનને ઉડાન દરમ્યાન વચ્ચે બળતણ પણ આપી શકાય છે. વિમાનમાં એક સાથે 2.03 લાખ લિટર બળતણ ભરી શકાય છે. આ સિવાય આ વિમાન એવા વિશેષ ઉપકરણોથી સજ્જ છે કે તેના પરના મિસાઇલ હુમલો પણ બેઅસર થઈ જશે.

– વિમાનની કમ્યુનિકેશન સિસ્ટમ એવી છે કે યુએસ રાષ્ટ્રપતિ તેનો ઉપયોગ મોબાઇલ કમાન્ડ સેન્ટર તરીકે પણ કરી શકે છે. એટલે કે, કોઈ પ્રકારનો વાંધો આવે તો રાષ્ટ્રપતિ વિમાનમાં ઉડતી વખતે ગમે ત્યાંથી પોતાની સેના અને અધિકારીઓને આદેશ આપી શકે છે.

Image Source

અમર્યાદિત ક્ષમતાવાળું છે એર ફોર્સ વન –

એરફોર્સ વનની ક્ષમતા અમર્યાદિત છે અને તે રાષ્ટ્રપતિને ઇચ્છે ત્યાં લઈ જઈ શકે છે. તેમાં સ્થાપિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સથી બચાવવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, તેમાં અદ્યતન સુરક્ષા સંચાર ઉપકરણો છે જે વિમાનને મોબાઇલ કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરવાની સુવિધા આપે છે.

કોઈ આપદાની સ્થિતિમાં, આ વિમાન અમેરિકન રાષ્ટ્રપતિ માટે હવામાં ઉડતા બંકરની જેમ કામ કરી શકે છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 2001માં આતંકવાદી હુમલો થયા પછી, આ જ વિમાન રાષ્ટ્રપતિનું કમાન્ડ સેન્ટર બન્યું હતું.

Image Source

બે એરફોર્સ વનના બે વિમાન એક જેવા જ બનાવવામાં આવ્યા છે. એક મુખ્ય વિમાન હોય છે અને બીજું બેકઅપ માટે હોય છે. બંને વિમાનો હંમેશાં સાથે ઉડાન ભરે છે. તેમાંથી એકમાં રાષ્ટ્રપતિ હોય છે, જેની માહિતી પહેલાથી કોઈને આપવામાં આવતી નથી.

સાયબર સ્પેસ એટેક અથવા મિસાઇલ એટેકની જાણકારી મેળવવા માટે વિમાનમાં વિશેષ સેન્સર પણ લગાવવામાં આવ્યા છે.

હવામાં કેવી રીતે ચાલે છે અમેરિકન રાષ્ટ્રપતિનો કાફલો –

Image Source

સંખ્યાબંધ કાર્ગો વિમાનો એરફોર્સ વનની આગળ ઉડાન ભરે છે, જેથી દૂરસ્થ વિસ્તારોમાં રાષ્ટ્રપતિને સરળતાથી જરૂરી ચીજો પૂરી પાડી શકે.

જ્યારે રાષ્ટ્રપતિ વિમાનમાં સવાર થઈ રહ્યા હોય તો ત્યારે રન-વે પરના કાફલામાં તેમની સાથે રહેલા લોકો સિવાય કોઈને પણ તેના સ્થળેથી હલવાની મંજૂરી નથી હોતી.

એરફોર્સ વન ચાર ક્રૂ સભ્યો સાથે ઉડે છે – પાઇલટ, સહ-પાયલોટ, ઇજનેર અને નેવિગેટર. કોઈ અન્ય બોઇંગ 747 વિમાનમાં આટલો મજબૂત ક્રૂ નથી હોતો.

Image Source

કોણ કરે છે એરફોર્સ વનની દેખરેખ –

એરફોર્સ વનની દેખરેખ અને સંચાલન પ્રેસિડેંશિયલ એરલિફ્ટ ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે જે વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસનો એક ભાગ હોય છે. આ એરલિફ્ટ ગ્રુપની રચના 1944માં થઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.