વાંચીને તમને પણ થશે કે એકદમ સાચું છે!!
આપણા જન્મ સાથે કેટલીક બાબતો જોડાયેલી હોય છે, ખાસ કરીને આપણા જન્મનો સમય, તારીખ, તિથિ, વાર, ચોઘડિયું એ બધા જ સાથે આપણું ભવિષ્ય કેવું હશે તે પણ નક્કી હતું હોય છે. જન્મના આધારે આપણી કેટલીક ધાર્મિક ક્રિયાઓ પણ થતી હોય છે અને તે અનુસાર આપણા જન્માક્ષર પણ બને છે. તેવી જ રીતે રાત્રે અને દિવસે જન્મવા વાળા બાળકોમાં પણ અલગ અલગ પ્રકારના ગુણો હોય છે. આજે અમે તમને રાત્રે જન્મતા બાળકોમાં રહેલા ખાસ ગુણો વિશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવીશું.

ચિંતન-મનન કરનારા:
જ્યોતિષોના જણાવ્યા નૌસાર દિવસે જન્મ લેવા વાળા બાળકો કરતા રાત્રે જન્મ લેનાર બાળકો અલગ હોય છે, રાત્રે જન્મ લેનારા બાળકો ચિંતન-મનન કરનારા હોય છે. આ બાળકોમાં સામાન્ય શબ્દોમાં વ્યક્ત થયેલી વાતોને પણ પરખવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે. આ બાળકો દાર્શનિક વિચાર ધરાવે છે.

કલ્પનાશીલ હોય છે:
રાત્રે જન્મ લેનાર બાળકો કલ્પનાશીલ હોય છે, તેમની કલ્પનાશક્તિ બીજા બાળકો કરતા અદભુત હોય છે. તેઓ પોતાની કલ્પાનથી ક્યાંના ક્યાંય પહોંચી શકે છે સાથે સાથે પોતાની કલ્પનાને શબ્દોમાં ઢાળવાની કલા પણ તેઓ જાણે છે તેથી આવા બાળકો ફિલ્મ લેખક, નવલકથા લેખક અથવા કવિ પણ બની શકે છે. તેઓ ખુબ જ સર્જનાત્મક પણ હોય છે. આવા લોકોને ધીમું સંગીત સાંભળવું ગમતું હોય છે.

તકલીફોનો સામનો કરવાની ક્ષમતા:
રાત્રે જન્મ લેવા વાળા બાળકોને આવનાર તકલીફો વિશે પહેલા જ જાણકારી મળી જાય છે, તે લોકો તકલીફોનો સામનો પણ ખુબ જ કુશળતાથી કરી શકે છે. કોઈપણ સમસ્યાનું સમાધાન તેઓ સરળતાથી શોધી શકે છે, આવા લોકો જ્યાં પણ રહે છે એ સ્થળની આસપાસ તેમની નજર બનેલી રહે છે, દિવસ કરતા પણ આવા લોકો રાત્રે વધુ સારા કામ કરી શકે છે.

ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે:
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રાત્રે જન્મ લેનારા બાળકોમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. કોઈપણ કામ કરવા માટે તેઓ હંમેશા આગળ રહે છે, સાર્વજનિક સ્થાનો ઉપર તે સારું ભાષણ પણ કરી શકે છે. આવા લોકોમાં પોતાના કામ પ્રત્યે ગજબની દૃઢતા જોવા મળે છે.

ગમે ત્યાં મિત્રો બનાવનાર:
રાત્રે જન્મ લેનાર લોકો મિત્રતા બનાવવામાં કુશળ હોય છે, તે સરળતાથી કોઈપણ સ્થળે મિત્રો બનાવી શકે છે, પરંતુ ઘણીવાર તમેને આ મિત્રતાના કારણે જ પછતાવવાનો પણ સમય આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.