શું કામ આવી સ્ટન્ટ બાજી લગ્નમાં કરતા હશે ? કન્યાનો જીવ પણ ચાલ્યો જતો… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અવનવા કામ કરતા હોય છે. જેના કારણે કેટલાક લગ્નો ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. તો ઘણીવાર લગ્નની અંદર સ્ટન્ટ બાજી પણ થતી હોય છે, પરંતુ કેટલીકવાર આ સ્ટન્ટ બાજી ઉંધી પણ પડતી હોય છે અને ખુશીઓના પ્રસંગમાં પણ દુઃખનો માહોલ સર્જાઈ જતો હોય છે.
હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો આ વાતનો પુરાવો છે. આજકાલ રીલ્સની દુનિયામાં એક બંદૂક ખૂબ પ્રખ્યાત છે, જેને સ્પાર્કલ ગન કહેવામાં આવે છે. ઘણા પ્રસંગો અને લગ્નોમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. બસ… બંદૂકનું ટ્રિગર દબાવો અને આગ બહાર આવવા લાગે છે. પરંતુ જ્યારે લગ્ન સમારંભમાં વર અને કન્યાએ આ બંદૂક ચલાવી, તો ભાઈ… બંદૂકે કન્યાને દગો આપ્યો, જેનું ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું.
આ 13 સેકન્ડની ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા છે. બંને પાસે હીરોની જેમ બંદૂકો છે. બસ તે કેમેરામેનના આદેશની રાહ જોવાય છે. કેમેરા પર્સન એક્શન કહેતાની સાથે જ બંને પોતાની સ્પાર્કલ ગનથી ફાયર કરે છે. બંદૂક થોડી સેકન્ડો માટે સરળતાથી ચાલે છે. ત્યાં જ કન્યાની બંદૂક ધડામ દઈને તેના ચેહેરા પાસે જ ફૂટે છે અને તે ચીસ પાડી ઉઠે છે.
Was this really needed ?
Too much is too bad pic.twitter.com/kAviHWSsLq
— Dr Durgaprasad Hegde (@DpHegde) March 30, 2023
અચાનક પરિસ્થિતિ ગંભીર બની જાય છે. દરેક જણ કન્યા તરફ દોડે છે. વીડિયો ત્યાં જ સમાપ્ત થાય છે. આ ઘટના ક્યારે અને ક્યાં બની તે હાલમાં જાણી શકાયું નથી. પરંતુ આ વીડિયો લોકોને આવા ફટાકડા અને ક્રેઝી સ્ટંટથી દૂર રહેવાનું શીખવે છે. આ વીડિયો ટ્વિટર યુઝર ડૉ. દુર્ગાપ્રસાદ હેગડે (@DpHegde) દ્વારા 30 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “શું ખરેખર તેની જરૂર હતી? તે ખૂબ ખરાબ થયું.”