ઘરની બહાર દાદરાની જગ્યા બચાવવા માટે આ ભાઈએ વાપર્યો એવો ગજબનો જુગાડ કે આનંદ મહિન્દ્રા પણ રહી ગયા શૉક, જુઓ

આનંદ મહિન્દ્રા આજે દુનિયાભરનું જાણીતું નામ બની ગયા છે.  તે એક મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે એક વીડિયો શેર કર્યો છે જે ખરેખર આશ્ચર્યજનક છે. તેમણે કંઈક અજીબ શેર કર્યું છે. આ વીડિયો જોયા પછી તમે પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો.

આ વીડિયોમાં દાદર જેવી પેટર્ન જોઈ શકાય છે, પરંતુ ડિઝાઈન દિવાલને અડીને છે. તમે પણ વિચારી રહ્યા હશો કે જો કોઈને આ સીડીનો ઉપયોગ કરવો પડશે તો તે કેવી રીતે કરશે. વીડિયો જોનારના મનમાં પણ આજ પ્રશ્ન સૌથી પહેલા આવશે, પરંતુ મૂંઝાતા નહિ, આજ વીડિયોમાં તમારા આ સવાલનો જવાબ પણ છુપાયેલો છે.

આ આપણા દેશનો દેશી જુગાડ છે. વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિએ પોતના દિમાગનો ખુબ જ સુંદર રીતે ઉપયોગ કર્યો અને દીવાલની બાજુમાં લાગેલો દાદર પણ ફોલ્ડેબલ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દાદરા પાસે આવે છે અને એક હુક ખોલે છે, જેના બાદ દાદરાને તેની તરફ ખેંચે છે એટલે લોખંડની આખી સીડી બહાર આવે છે અને તે તેનાથી આરામથી ઉપરના માળ ઉપર ચઢી જાય છે.

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે અસાધારણ. ખૂબ સરળ પણ સર્જનાત્મક. ડી-ક્લટરિંગ સ્પેસ ઉપરાંત તે બાહ્ય દિવાલમાં ખરેખર આકર્ષક સૌંદર્યલક્ષી તત્વ ઉમેરે છે. સ્કેન્ડિનેવિયન ડિઝાઇનરોને ઈર્ષ્યા કરવી જ જોઇએ!! ખબર નથી તે ક્યાંનો છે. આ વીડિયો મને કોઈ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વ્યક્તિના ટેલેન્ટને પણ વખાણી રહ્યા છે.

Niraj Patel