વડોદરામાં સ્પા માલિકે નોકરી લાગ્યાના ત્રીજા જ દિવસે યુવતીને બનાવી હવસનો શિકાર, કહ્યુ- બુમાબુમ કરીશ તો…

વડોદરામાં નાગાલેન્ડની યુવતીને નોકરીના બહાને બનાવી હવસનો શિકાર, 3ની ધરપકડ, વાંચો આખી મેટર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Vadodara News : ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, ઘણીવાર નોકરીના બહાને તો ઘણીવાર બ્લેકમેઇલિંગ દ્વારા યુવતિઓને નરાધમો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલમાં વડોદરાના અલકાપુરી વિસ્તારમાંથી દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી. કિંગ થાઇ સ્પામાં નોકરી કરતી પરપ્રાંતિય યુવતી સાથે સ્પાના જ માલિકે દુષ્કર્મ આચર્યુ અને આ ઘટનામાં સ્પાના 2 મેનેજરે મદદ કરી.

સ્પા માલિકે યુવતીને બનાવી હવસનો શિકાર
ત્યારે આ મામલે પોલિસ ફરિયાદ નોંધાતા સયાજીગંજ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી. દુષ્કર્મના આરોપીએ યુવતિને રૂમમા જઈને કહ્યું કે, ‘બુમાબુમ કરીશ તો મારી નાખીશ’, જે પછી ધમકી આપી તેણે યુવતી સાથે સ્પાના રુમ નં-3 અને 5માં દુષ્કર્મ આચર્યુ. નાગાલેન્ડની યુવતી રોજી રોટીની આશ સાથે સુરતથી આવી હતી અને તેના પર સ્પા માલિકે દુષ્કર્મ ગુજારતા ચકચારી મચી ગઇ.

ધમકી આપી- બુમાબુમ કરીશ તો મારી નાખીશ
ઓનલાઇન નોકરીની ઓફરથી યુવતિ વડોદરા આવી હતી અને અલકાપુરી વિસ્તારમાં આવેલ કિંગ થાઈ સ્પામાં તેને નોકરી મળી હતી. જો કે બે દિવસ નોકરી દરમિયાન સ્પાના માલિકે સ્પાના રૂમમાં જ યુવતિ પર દુષ્કર્મ આચર્યું અને બે બે વખત દુષ્કર્મ આચરતાં યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પકડાયેલ આરોપીઓમાં પૃથ્વીરાજ રાણા, વિજય સોલંકી, મિત પરમારનો સમાવેશ થાય છે.

3ની ધરપકડ
હાલ તો પીડિત યુવતીના મેડિકલ ચેકઅપની કાર્યવાહી ચાલી રહી છે. યુવતી તેના ફિયોન્સી સાથે વડોદરા આવી હતી અને બંનેએ સ્પાનો સંપર્ક કર્યો હતો અને યુવતિને સ્પામાં નોકરી મળી હતી. જો કે, તે પછી યુવતીનો ફિયોન્સી પરત જતો રહ્યો હતો. યુવતીની નોકરીના ત્રીજા જ દિવસે રાત્રિના સમયે સ્પાના માલિક પૃથ્વીરાજ રાણાએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ અને તેના બે મેનેજર મિત પરમાર અને વિજય સોલંકીએ તેની મદદ કરી અને દરવાજો બંધ કરી દીધો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina