અમદાવાદ : સ્પામાં કામ કરતી નાગાલેન્ડની યુવતિએ કર્યો આપઘાત, બહેને કહ્યુ- પ્રેમ…

સ્પામાં કામ કરતી નાગાલેન્ડની યુવતીએ અમદાવાદમાં કર્યો આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

Ahmedabad Suicide Case : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર માનસિક-શારીરિક હેરાનગતિ તો કેટલીકવાર બ્લેકમેઇલિંગ સહિત અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્પામાં નોકરી કરતી નાગાલેન્ડની યુવતિએ આપઘાત કરી લીધો. આ ઘટના વેજલપુરની છે. સ્પામાં કામ કરતી નાગાલેન્ડની યુવતીએ કોઇ અગમ્યકારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

મૂળ નાગાલેન્ડની યુવતિએ 17 જુલાઇના રોજ પંખા સાથે લટકી ગળે ફાંસો ખાધો હતો, પંદરેક દિવસ પહેલા જ આ યુવતી વેજલપુરમાં રહેવા માટે આવી હતી. હાલ તો આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 26 વર્ષીય કીટોલીના આપઘાત બાદ પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે. તે સિંધુભવન રોડ પર આવેલ સ્પામાં નોકરી કરતી હતી અને આ મામલા બાદ પોલીસે તેની બહેન સાથે પૂછપરછ કરી.

આ દરમિયાન જાણવા મળ્યુ કે કીટોલી અમિત નામના એક યુવક સાથે પ્રેમ સબંધમાં હતી. જો કે, આ ઘટનામાં પોલિસને કોઈ સુસાઇડ નોટ નથી મળી એટલે આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. કિટોલીના કાકાએ ફરિયાદમાં જણાવ્યુ કે આ મામલે તેમને કોઇ શક વહેમ નથી આ ઉપરાંત તેની લાશ ઉપરના દાગીના પણ તેમને સોંપી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમદાવાદમાંથી વધુ એક ઘટના સામે આવી, જેમાં નારોલમાં સાસરીયાઓના ત્રાસથી કંટાળી એક પરિણીતાએ મોતને વ્હાલુ કરી લીધુ.રીપોર્ટ પ્રેમાણે મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત વધુ એક ઘટના પણ આત્મહત્યાની સામે આવી છે, જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર એક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ. તેણે બારીની ગ્રીલમાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો. જો કે, આ કેસ શંકાસ્પદ લાગતાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ ઘટના પાછળનું કારણ શોધવા પોલીસે પ્રયાસ હાથ ધર્યાં છે.

Shah Jina