ખબર

શું તમે સ્પા સેન્ટરની અંદર સ્પા કરાવવા માટે જાવ છો ? તો જાણી લો આ નિયમ, હવે નહિ જોવા મળે સ્પામાં આ વસ્તુ

ઘણા લોકો પોતાનો થાક ઉતારવા માટે સ્પાની અંદર જવાનું પસંદ કરતા હોય છે અને તેના કારણે જ આપણા દેશની અંદર સ્પા સેન્ટરોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. પરંતુ ઘણીવાર સ્પા સેન્ટરની આડમાં તેની અંદર ચાલતા ગોરખ ધંધાઓનો પણ પોલીસ દ્વારા વારંવાર ખુલાસો કરવામાં આવતો હોય છે. જેને કારણે હવે સ્પા સેન્ટરના એક નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

પૂર્વી દિલ્હી નગર નિગમ દ્વારા સ્પા સેન્ટરોને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ આ સાથે જ કેટલીક સાવચેતી રાખવાનું પણ જણાવવામાં આવ્યું છે. સ્પાની અંદર હવે એ લોકો જ માલિશ કરી શકશે જેમની પાસે ફિજીયોથેરેપી, એક્યુપ્રેશર કે પછી ચિકિત્સા ડિગ્રી હશે.આ ઉપરાંત ક્રોસ જેન્ડર માલિશને પણ પરવાનગી આપવામાં આવશે નહિ.

આ ઉપરાંત બંધ દરવાજાની પાછળ પણ સ્પા નહિ કરવામાં આવે. એટલું જ નહિ દરવાજાની અંદર તમે કોઈ સાંકળ અથવા બોલ્ટ પણ નહિ લગાવી શકો. તો જાતે બંધ થઇ શકે તેવા દરવાજાની સાથે બહારના દરવાજાને પણ કામના સમય દરમિયાન ખુલ્લા રખવા પડશે. કામના કલાક સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યાની વચ્ચે રહેશે.

સ્પા સેન્ટરના નવા નિયમ પ્રમાણે હવે ગ્રાહકોએ પણ તેમનું ફોટો આઈડી કાર્ડ બતાવવું જરૂરી રહેશે. સ્પા સેન્ટર ગ્રાહકોમાં ફોટો આઈડી કર સાથે ફોન નંબર પણ રજીસ્ટર કરવામાં આવશે. આ ઉપરાંત હવે સ્પા સેન્ટરોની અંદર મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ ચેંજિંગ રૂમ હશે. આટલું જ નહિ સ્પા સેન્ટરના માલિકે લોકલ પોલીસ સ્ટેશનમાંથી સર્ટિફિકેટ પણ લેવું પડશે.