તમે પણ સ્પામાં જઈને મસાજ કરાવવાનો શોખ રાખો છો તો આ જરૂર વાંચજો, ગુજરાતમાં સ્પાના નામ ઉપર આ રીતે થાય છે મોટી છેતરપિંડી

SPA ની મજા લેવાનું ભારે પડી જશે યાદ રાખજો અમદાવાદી અને સુરતીઓ…સામે આવ્યાં ચોંકાવનારા કિસ્સા, યુવાન સાથે બન્યુ કંઈક એવું…

સોશિયલ મીડિયા અને સમાચારમાં સ્પાની અંદર ચાલતા ગોરખ ધંધાઓની ખબરો આવતી રહે છે, આવા ગોરખ ધંધામાં કેટલાય યુવાનો ફસાઈ પણ જતા હોય છે. ગુજરાતની અંદર ઘણી જગ્યાએ એવા સ્પા આવેલા છે, જ્યાં સ્પાના નામ ઉપર દેહવિક્રય ચાલતો હોય છે, ઘણીવાર એવી ઘટનાઓ પણ બને છે કે સુખ માણવા માટે સ્પામાં ગયેલા વ્યક્તિ સાથે છેતરપિંડી અને બ્લેકમેઈલિંગ જેવી ઘટનાઓ બને છે. (તમામ તસવીર પ્રતિકાત્મક છે)

ગુજરાતના ઘણા બધા શહેરો સહીત અમદાવાદમાં પણ સ્પાનું ચલણ વધી ગયું છે. સ્પાની અંદર લોકો હેર સ્પા, બોડી સમાજ, ફેસ મસાજ કરાવવા માટે આવતા હોય છે. આ સ્પાની અંદર તેમને દેશી વિદેશી યુવતીઓ દ્વારા ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. અમદાવાદ સમેત સુરતમાં પણ આવા સ્પાનો ટ્રેન્ડ ખુબ જ વધ્યો છે. સામાન્ય માણસ જ નહીં મોટા બિઝનેસમેન, વેપારીઓ અને ફિલ્મી કલાકારો પણ રિલેક્સ થવા માટે સ્પામાં આવતા રહે છે.

હવે ગુજરાતની અંદર પણ આવા સ્પાની અંદર ઠેર ઠેર સેન્ટર પણ ચલાવવામાં આવે છે, સ્પાના બહાને ગ્રાહક સ્પા સેન્ટરમાં પ્રવેશે છે અને તેને અહીંયા સુખની મજા પણ મળી જાય છે. જેના માટે ગ્રાહક પાસેથી સારી એવી રકમ પણ વસુલવામાં આવે છે. ઘણીવાર સ્પાની આડમાં ચાલતા આવા ગોરખ ધંધાઓનો પર્દાફાશ પણ થતો હોય છે, છતાં પણ હજુ ઘણા એવા સ્પા સેન્ટરો છે જેની હકીકતો સામે નથી આવતી.

આવા સ્પા સેન્ટરોની અંદર ખાસ કરીને યુવાઓ વધારે જતા જોવા મળે છે. જેમની સાથે બ્લેકમેઈલિંગ, છેતરપિંડી અને હની ટ્રેપ જેવા કિસ્સાઓ પણ વખતો વખત બહાર આવતા રહે છે, ઘણીવાર તો લોક લાજની બીકે આવા ઘણા કિસ્સાઓ દબાઈ પણ જતા હોય છે. આવા સ્પા સેન્ટરની અંદર થાઈલેન્ડ, પતાયા, બેંગકોંગ, સિંગાપોર અને મલેશિયાથી આવેલી સ્પા થેરાપીસ્ટ યુવતીઓ જોવા મળે છે. જેની સુંદરતા જોઈને જ ગ્રાહક કાયલ થઇ જાય છે. વળી આવા સ્પા સેન્ટરમાં B 2 B, હાફ, ફૂલ મસાજના નામે કોર્ડ વર્ડમાં ગ્રાહક સાથે વાત કરવામાં આવે છે. જેના બાદ યુવક જે યુવતી પસંદ કરે તેના પ્રમાણે ચાર્જ પણ વસુલવામાં આવતો હોય છે.

સ્પાની અંદર કામ કરતી વિદેશી સ્વરૂપવાન યુવતીઓ પણ મસાજ કરવાના નામે ગ્રાહકો સાથે સંબંધો બાંધવાનું જ કામ કરતી હોય છે. જયારે તમે મસાજ કરાવવા માટે રૂમની અંદર જાવ છો ત્યારે તે બોલ્ડ કપડાં પહેરી અને તમારી સામે આવે છે, તમને કરાવા માટે લલચાવે છે અને તમે તેની જાળમાં ફસાઈને તેને મોં માંગ્યા રૂપિયા પણ ચૂકવી દેતા હોવ છો.

ઘણીવાર જયારે સ્પાની અંદર એક જ ગ્રાહક વારંવાર આવતો હોય છે અને તેનાથી સ્પામાં કામ કરનાર યુવતીનો પરિચય કેળવાઈ જાય છે, તેના બેકગ્રાઉન્ડ વિશેની તેને ખબર પડી જાય છે જેના બાદ હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગ જેવા કિસ્સાઓ પણ બનવા લાગે છે, અને માત્ર સ્પા કરાવવાના બહાને ગયેલા એ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પણ પડાવી લેવામાં આવે છે.

Niraj Patel