‘મારો બાપ DSP છે….’ આ યુવક SP અભિષેક સામે જ આપવા લાગ્યો ધમકી, હેલ્મેટ વગર ચલાવી રહ્યો હતો બાઇક, સાહેબે જુઓ શું કર્યું 

2012 બેચના IPS ઓફિસર અને દુર્ગ એસપી અભિષેક પલ્લવ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. લગભગ દરરોજ તેમના નવા નવા વીડિયો સામે આવે છે, જે થોડા કલાકોમાં જ વાયરલ થઇ જાય છે. એસપી અભિષેક પલ્લવનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક બાઇક સવાર તેના પિતા DSP હોવાનો ઢોંગ કરીને એસપી પલ્લવને ધમકાવતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા પર રોકવામાં આવ્યો ત્યારે તેણે કહ્યુ કે તેના પિતા DSP છે. પણ જ્યારે તેને ઠપકો આપવામાં આવ્યો અને પિતાનું નામ પૂછવામાં આવ્યુ તો તે ડરી ગયો અને કહેવા લાગ્યો કે નામ નથી ખબર. થોડીક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રોડ પર તૈનાત છે. અહીં નિયમોનું પાલન ન કરવા બદલ ચલણ જારી કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ સમગ્ર કાર્યવાહીને કેમેરામાં કેદ પણ કરી રહી છે.

આ દરમિયાન એક બાઇક પર સવાર યુવક હેલ્મેટ વગર આવે છે, ટ્રાફિકનો ભંગ થતો જોઇ પોલિસ અધિકારી તેને રોકે છે અને કહે છે કે ‘સર, તમે અઢી લાખ રૂપિયાની બાઇક ખરીદો છો અને તમને ક્યારેય હેલ્મેટની જરૂરત ના લાગી ? લાઇસન્સ છે કે નહીં? છોકરાએ હામાં જવાબ આપતાં તેને તાત્કાલિક લાઇસન્સ બતાવવાનું કહેવામાં આવ્યું. આમ તો ફ્રેમમાં બધુ સામાન્ય લાગી રહ્યુ હતુ કે છોકરા પાસે લાયસન્સ છે અને તે હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો છે. પણ જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યુ,

પોલિસ અધિકારી પણ તરત સમજી ગયા કે છોકરો ધમકી આપી રહ્યો છે. છોકરો સીધો જ તેના DSP પિતા સાથે વાત કરાવવાની ધમકી આપવા લાગ્યો. પણ આ બાજુ અધિકારી તેના પણ સરદાર નીકળ્યા. તેમણે ઓન કેમેરા જ છોકરાને તેના DSP પિતાનું નામ પૂછ્યુ અને ફોન કરવા પણ કહ્યુ, છોકરો સમજી ગયો કે અહીં આ કામ નહિ આવે. વીડિયોમાં જોઈ શકાય છે કે અધિકારી વારંવાર છોકરાને તેના પિતાનું નામ જણાવવા અને તેમની સાથે વાત કરાવવાનું કહે છે.

પણ એ બિચારો એટલો ડરી ગયો હતો કે તે તેના પિતાનું નામ પણ કહેવા તૈયાર નથી. આ બહેસ બાદ અધિકારીએ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ છોકરાની બાઇક જપ્ત કરી લીધી અને એ પણ સમજાવ્યું કે ડીએસપી હોય કે એસપી, દરેક સામે સમાન કાર્યવાહી થાય છે. પોલીસ અધિકારી દ્વારા છોકરાની ક્લાસ લેવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર sutta_gram નામના હેન્ડલ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SUTTA GRAM (@sutta_gram)

Shah Jina