આ અભિનેત્રીનો થયો ટ્રાફિકકર્મી ઝગડો, ગુસ્સામાં ફાડી નાખ્યા કપડા..જેગુઆર લઈને ખોટા રસ્તે નીકળી, જુઓ વીડિયો

પોતાની ભૂલ હોવા છતાં દાદાગીરી કરવા લાગી આ અભિનેત્રી, જેગુઆર લઈને ખોટા રસ્તે નીકળી, ટ્રાફિકકર્મીએ રોકી તો મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો

Sowmya Janu Verbally Abused : રોડ પર  નિયમોનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસકર્મી દંડ ફટકારતા હોય છે. ઘણીવાર આવા દંડને લઈને વિવાદ પણ વકરતો હોય છે અને ઘણીવાર તો મામલો મારામારી સુધી પણ પહોંચી જતો હોય છે. આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે, પરંતુ હાલ એક સાઉથની અભિનેત્રીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ટ્રાફિક પોલીસ સામે ગેરવર્તણૂક કરતી પણ જોવા મળી રહી છે.

હોમગાર્ડ સાથે ગેરવર્તણૂક :

તેલુગુ અભિનેત્રી સૌમ્યા જાનુએ ફરજ પરના ટ્રાફિક હોમગાર્ડ પર કથિત રીતે હુમલો કર્યો હતો. જેની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેને રસ્તા પર એટલો હંગામો મચાવ્યો કે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. મામલો હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારનો છે. જેની ક્લિપ સામે આવ્યા બાદ લોકોએ કાર્યવાહીની માંગ કરી છે અને અભિનેત્રીની આકરી ટીકા કરી છે. તેના આ વલણની પણ નિંદા કરવામાં આવી છે.

ખોટા રસ્તા પર ચલાવી રહી હતી કાર :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 25 ફેબ્રુઆરી રવિવારની છે. જ્યારે અભિનેત્રી સૌમ્યા, જે તેની જગુઆર કાર બંજારા હિલ્સમાં ખોટા રસ્તા પર ચલાવી રહી હતી, તેને ટ્રાફિક હોમગાર્ડે રોકી હતી. વીડિયો પરના ટાઈમસ્ટેમ્પ અનુસાર, 24 ફેબ્રુઆરી, શનિવારે રાત્રે 8:24 વાગ્યાની આસપાસ હંગામો થયો હતો. સહકાર આપવાને બદલે, સૌમ્યા જાનુ ગુસ્સે થઈ ગઈ અને તેના માર્ગમાં અવરોધ ઉભો કરવા માટે ગાર્ડ સાથે દુર્વ્યવહાર કર્યો. તેણીએ તેની સાથે અસભ્ય વર્તન કર્યું.

કપડાં ફાડી નાખ્યા :

ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે આ મામલામાં દરમિયાનગીરી કરવા છતાં અભિનેત્રી શાંત ન થઈ. તે ચીસો પાડતી રહી અને બૂમો પાડતી રહી. અને મામલો વધુ વણસી ગયો જ્યારે તેણીએ ટ્રાફિક હોમ ગાર્ડ પર હુમલો કર્યો જેઓ ઘટના રેકોર્ડ કરી રહ્યા હતા. નવાઈની વાત એ છે કે સૌમ્યાએ હોમગાર્ડના કપડા ફાડી નાખ્યા અને તેનો ફોન પણ છીનવી લીધો. હુમલા બાદ, ટ્રાફિક હોમગાર્ડે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં હુમલાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. તેણે પુરાવા તરીકે રેકોર્ડ કરેલો વીડિયો પણ સોંપ્યો હતો. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.

Niraj Patel