સાઉથની દિગ્ગજ અભિનેત્રીએ કર્યો ધડાકો: બોલી કે મને ડિરેક્ટરે મને સેક્સ સ્લેવ તરીકે રાખી, 1 વર્ષ સુધી રેપ કર્યો, જાણો વિગત
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલ હલચલ મચેલી છે. જસ્ટિસ હેમા કમિટિ રિપોર્ટ આવ્યા બાદથી દરરોજ સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે મલયાલમ અભિનેત્રી સૌમ્યાએ તમિલ નિર્દેશક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સૌમ્યાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે જ ડિરેક્ટર દ્વારા તેનું માનસિક, શારીરિક અને જાતીય શોષણ કરવામાં આવ્યું હતું, જે તેને દીકરી માનતો. સૌમ્યાએ તેની સાથે થયેલી ક્રૂરતાનો પણ ખુલાસો કર્યો છે.
જણાવી દઈએ કે જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ બાદ ઘણી હિરોઈનોએ તેમની સાથે બનેલી ભયાનક ઘટનાઓ જણાવી છે અને ઘણા મોટા દિગ્દર્શકો અને કલાકારો તેની અસરમાં આવી ગયા છે. તાજેતરમાં, જ્યાં એક મહિલાએ મલયાલમ સ્ટાર નિવિન પોલી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, ત્યાં હવે સૌમ્યાએ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ભયાનક ઘટનામાંથી બહાર આવતાં તેને 30 વર્ષ લાગ્યાં. તે ડાયરેક્ટર મનોરંજન માટે તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયા નાખતો.
સૌમ્યાએ તે દિગ્દર્શકનું નામ જાહેર કર્યું નથી પરંતુ રૂંવાડા ઊભા કરી દેનારી ઘટના જણાવી છે. સૌમ્યાએ જણાવ્યું કે, તે ડાયરેક્ટરને પહેલીવાર મળી હતી જ્યારે તે 18 વર્ષની હતી. સૌમ્યાના કહેવા પ્રમાણે, એક તરફ ડાયરેક્ટર તેને પોતાની દીકરીની જેમ માનતો અને બીજી તરફ તે તેની સાથે રેપ કરતો. તેણે તેને ‘સેક્સ સ્લેવ બનાવી રાખી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તે પાછળથી તેની સાથે બાળક પેદા કરવા માટે કહેવા લાગ્યો.
સૌમ્યાએ કહ્યું કે તે ડિરેક્ટરના નામનો ખુલાસો સ્પેશિયલ પોલિસ ફોર્સ સામે જ કરશે, જેનું ગઠન હેમા કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવ્યુ છે. હાલમાં આ સ્પેશિયલ પોલીસ ફોર્સ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સામે આવેલા યૌન શોષણ અને યૌન ઉત્પીડનના મામલાની તપાસ કરી રહી છે. સૌમ્યાએ કહ્યું, ‘એક દિવસ જ્યારે તે ડિરેક્ટરની પત્ની ઘરે ન હતી ત્યારે તેણે મને તેની દીકરી કહીને કિસ કરી. હું ખરાબ રીતે ધ્રૂજી ગઇ. હું મારા મિત્રોને કહેવા બેચેન હતી પણ હું કરી શકી નહીં. હું સંકોચ અનુભવતી. મેં વિચાર્યું કે મેં કંઈક ખોટું કર્યું છે અને મેં આ વ્યક્તિ સાથે સારુ બિહેવ મજબૂરીમાં કર્યુ.
મેં અભ્યાસ માટે ડાન્સ રિહર્સલ માટે જવાનું શરૂ રાખ્યુ. દરરોજ હું પાછી આવતી અને ધીમે ધીમે તે માણસ મારા શરીરનો લાભ લેવા લાગ્યો. અમુક સમયે તેણે મારી પર દબાણ કર્યું, તેણે મારી સાથે બળાત્કાર કર્યો. આ એક વર્ષ સુધી ચાલ્યું.’ સૌમ્યાએ એવો પણ દાવો કર્યો હતો કે ડિરેક્ટરની દીકરીએ પણ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ડિરેક્ટર અને તેની પત્નીએ આ વાતને નકારી કાઢી હતી. સૌમ્યાના કહેવા પ્રમાણે, તે શૂટિંગ દરમિયાન પણ ડિરેક્ટરથી ડરતી હતી. તે તેની સાથે જરાય આરામદાયક ન હતી.