ખબર

સોનુ ખરદીવાના શોખીનો માટે સરકારે શરૂ કરી છે ખાસ યોજના, 5 માર્ચ સુધી સૌથી સસ્તા ભાવે મળશે સોનુ, જાણો સમગ્ર વિગત

મોટાભાગના લોકો સોનુ ખરીદવાની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ  સોનાના વધતા ભાવ ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની જાય છે, ઘણા લોકો એવા પણ હોય છે જે સોનુ ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદતા હોય છે.

Image Source

હાલમાં સરકાર દ્વારા એક ખાસ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં તમને 1 માર્ચથી લઈને 5 માર્ચ સુધી ખુબ જ સસ્તા ભાવે સોનુ  મળી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની શરૂઆત સૌથી પહેલા નવેમ્બર 2015માં થઇ હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સોનાના ભૌતિક રૂપની માંગમાં કમી લાવવાનો છે. એટલે કે લોકો જવેલરીથી વધારે રોકાણ બોન્ડમાં કરે.

સોવરેન ગોલ્ડ બોન્ડની 12મી સિરીઝ 1 માર્ચથી શરૂ થઇ ચુકી છે અને 5 માર્ચ સુધી તમે તેની અંદર રોકાણ કરી શકો છો. આ સ્કીમ ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી સ્કીમ છે. તેની અંદર સૌથી ખાસ વાત એ છે કે આ  ગોલ્ડ બોન્ડની કિંમત દસ મહિનામાં સૌથી ઓછી એટલે કે દસ મહિનાના નીચલા સ્તર ઉપર છે.

Image Source

એક ગ્રામ સોનાની કિંમત કેટલી છે ?
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ વખતે ગોલ્ડ સબ્સ્ક્રિપશનની કિંમત 4,662 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. આ પહેલા ચાલુ નાણાકીય વર્ષમાં બીજી સિરીઝ એટલે કે મે 2020માં સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત 4,590 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. તો 11મી સીરીઝમાં બોન્ડની કિંમત 4,912 રૂપિયા પ્રતિ ગ્રામ હતી.

જો તમે ઓનલાઇન આવેદન કરો છો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. જેનો મતલબ એ થયો કે તમે એક ગ્રામ સોના માટે 4,612 રૂપિયા ખર્ચ કરશો.

Image Source

કેટલું સોનુ તમે ખરીદી શકો છો?
સરકારી ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં  ચાલી રહેલા સોનાના ભાવ કરતા ઓછી હોય છે. બોન્ડની રીતે તમે  ઓછામાં ઓછા એક ગ્રામથી લઈને વધારેમાં વધારે 4 કિલો સુધીનું રોકાણ કરી શકો છો. જેની અંદર ટેક્સમાં પણ છૂટ મળે છે.  આ ઉપરાંત સ્કીમ દ્વારા બેંકમાંથી પણ લોન લઇ શકાય છે.

સોવરેન ગોલ્ડ બોન્ડના ફાયદા:
આ સ્કીમની અંદર કોઈ છેતરપિંડી કે અશુદ્ધતાની સંભાવના નથી હોતી. આ બોન્ડ આઠ વર્ષ બાદ મેચ્યોર થાય છે, એટલે કે આઠ વર્ષ બાદ તમે પૈસા કાઢી શકો છો. આ  ઉપરાંત પાંચ વર્ષ પછી પણ પૈસા કાઢવાનો વિકલ્પ હોય છે.

Image Source

ક્યાંથી ખરીદવા ગોલ્ડ બોન્ડ:
આ ગોલ્ડ બોન્ડનું વેચાણ બેંક, પોસ્ટ ઓફિસ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા થાય છે.

બોન્ડ ઉપર કેટલું વ્યાજ મળે છે:
સોવરેન ગોલ્ડ સ્કીમ ઉપર દર વર્ષે 2.50 ટકાના દરથી વ્યાજ મળે છે. વ્યાજ રોકાણકારોના ખાતામાં અર્ધ-વાર્ષિક રીતે જમા થાય છે. બોન્ડના મેચ્યોરિટી થવા ઉપર તેને ભારતીય નાણાં અનુસાર ફેરવી શકાય છે. આ પૈસા સીધા જ રોકાણકારોના ખાતામાં આવે છે.