ખબર

સરકાર આપી રહી છે સસ્તું સોનુ ખરીદવાનો મૌકો, આજથી શરૂ થશે વહેંચણી- જાણો બધી જ વિગતો

મોટાભાગે જોવામાં આવે છે કે લોકો સોનાને એક સુરક્ષિત નિવેસ માને છે. પણ આગળના અમુક સમયથી સોનાની કિંમતમાં લગાતાર વધારો જોવા મળવાને લીધે આજે લોકો સોનુ ખરીદવાથી અચકાઈ રહ્યા છે. હાલના સમયમાં સોનુ 39,580 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વહેંચાઈ રહ્યું છે. એવામાં આ વચ્ચે સરકાર તમારા માટે સસ્તું સોનુ ખરીદવાનો મૌકો લઈને આવી છે.

Image Source

જો કે સમય સમય પર મોદી સરકાર એક ખાસ યોજનાના આધારે બોન્ડ દ્વારા સસ્તું સોનુ ખરીદવાનો મૌકો આપે જ છે. આ યોજનાની નવી સિરીઝની શરૂઆત 9 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે. આવો તો તમને જણાવીએ આ યોજના વિશે અને કેવી રીતે તમે સસ્તું સોનુ ખરીદી શકશો.

Image Source

વર્ષ 2015 માં મોદી સરકારે સૉવરેન ગોલ્ડ બૉન્ડ(Sovereign Gold Bond) યોજનાની શરૂઆત કરી હતી. આ ગોલ્ડ બૉન્ડની કિંમત બજારમાં ચાલી રહેલા કિંમતથી ઓછી હોય છે, આ ગોલ્ડની કિંમત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી નક્કી કરવામાં આવે છે.

Image Source

એવામાં ભારતીય રિઝર્વ બેંક 9 સપ્ટેમ્બર એટલે કે આજથી 2019-20 ની ચોથી સિરીઝ શરૂ કરવા જઈ રહી છે, જેની વહેંચણી 13 સપ્ટેમ્બર સુધી રહેશે. આરબીઆઇએ 3,890 રૂપિયા પ્રતિ ગ્રામ કિંમત નક્કી કરી છે. એટેલ કે તમે 38,900 રૂપિયામાં 10 ગ્રામ સોનુ ખરીદી શકશો.

Image Source

રિઝર્વ બેંકે પોતાના મંતવ્યમાં કહ્યું છે કે જે લોકો ઓનલાઇન સૉવરેન ગોલ્ડ બૉન્ડની ખરીદારી કે ડિજિટલ રીતે કિંમતની ચુકવણી કરશે, તેઓને 50 રૂપિયા પ્રતિ ગ્રામ છુંટ આપવામાં આવશે. આવા ગ્રાહકો માટે પ્રતિ ગ્રામ સોનાની કિંમત 3,840 રૂપિયા હશે. જણાવી દઈએ કે ફિઝિકલ માંગને ઘટાડવાના ઉદ્દેશ્યથી સરકારે આ સ્કીમ લોન્ચ કરી છે.

Image Source

ગોલ્ડ ખરીદવા માટે આ છે શરતો:

જો કે સ્કીમના આધારે ગોલ્ડ બૉન્ડને ખરીદવા માટેની અમુક શરતો પણ છે. સ્કીમમાં એક વ્યક્તિ એક વિત્ત વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધારેમાં વધારે 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકશે. તેના સિવાય ટેક્સ પર છુંટ મળે છે અને આ સ્કીમના આધારે બેંક પાસેથી લોન પણ લઇ શકાય છે. સ્કીમના આધારે એક વ્યક્તિ કે અવિભાજિત હિન્દૂ પરિવાર વધારેમાં વધારે 4 કિલો અને ટ્રસ્ટ કે અન્ય એન્ટિટી 20 કિલોની માત્રામાં ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે.

આ બોન્ડ્સ બેંકો, પોસ્ટ ઓફિસ, એનએસઇ અને બીએસઇના સિવાય સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ના દ્વારા થાય છે, જ્યા સોનાના એક ગ્રામના મૂલ્યમાં બૉન્ડ વેંચવામાં આવે છે જેના પછી બોન્ડ્સ સોનાના ભાવ સાથે લિંક કરવામાં આવે છે અને નિવેશક બૉન્ડના મૂલ્યના પૈસા જમા કરાવે છે.

Image Source

આ સ્કીમમાં તમે ભૌતિક રૂપે સોનુ નથી ખરીદતા પણ તમારા પૌસાથી આરબીઆઇ સોનાના મૂલ્યના સમાન બૉન્ડનું સર્ટિફિકેટ તમને આપે છે. જેનાથી ફાયદો એ થાય છે કે સોનાની વધતી કિંમતના લાભની સાથે સાથે આરબીઆઇ બેંક તમને વ્યાજ પણ આપી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks