ગુજરાતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માત આવ્યો સામે, વલસાડ નેશનલ ત્રણ ટેમ્પો એકસાથે ધડાકાભેર અથડાતા બે લોકોના મોત

ગુજરાતમાંથી સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાલ વલસાડ નેશનલ હાઇવે ઉપર પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ ટેમ્પો એક સાથે ધડાકાભેર અથડાતા 2 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય ટેમ્પો અથડાતા જ ભયાનક આગ ફાટી નીકળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર મોડી રાત્રે વલસાડ જિલ્લાના પારડી પાસે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ ટેમ્પો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા, આ અકસ્માત બાદ આગ પણ ભભૂકી ઉઠી હતી, અને હાઇવે ઉપર જઈ રહેલા વાહન ચાલકો તેમજ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

આ અકસ્માત સર્જાતા આગ લાગવાના કારણે ટેમ્પોના ચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમાં એક ચાલકનું ટેમ્પોમાં જ સળગી જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે ચાલકોને લોકોએ જીવના જોખમે બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે કમનસીબે વધુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ આ ઘટનામાં 2 ના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.

Niraj Patel