વાહ લાઇફ હોય તો આવી… આલીશાન પ્રાઇવેટ જેટમાં સફર કરે છે સાઉથના આ સુપરસ્ટાર

મહેશ બાબુથી લઇને અલ્લૂ અર્જુન સુધી, કરોડોના પ્રાઇવેટ જેટમાં સફર કરે છે સાઉથ સ્ટાર્સ, તસવીરો જોઇ આંખો ફાટી જશે

મશહૂર સ્ટાર્સ જેટલી ચમક-ધમક સ્ક્રીન પર બતાવે છે. તેટલી જ તેઓ લગ્ઝરી લાઇફ અસલ જીવનમાં જીવે છે. બોલિવુડ સેલેબ્સની જેમ સાઉથ સ્ટાર્સ પાસે પણ લગ્ઝરી ગાડીઓ અને ઘરો છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે કેટલાક સ્ટાર્સ પાસે તેમના પોતાના પ્રાઇવેટ જેટ છે અને તેઓ તેમાં સફર કરવુ પસંદ કરે છે.

મહેશ બાબુથી લઇને અલ્લૂ અર્જુન સુધી સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર પાસે પ્રાઇવેટ જેટ છે. આ સ્ટાર્સના પ્રાઇવેટ જેટની કિંમત 50-80 કરોડ રૂપિયા વચ્ચે જણાવવામાં આવી રહી છે. તેમના શાનદાર પ્રાઇવેટ જેટ્સની તસવીરો તો તમારા હોંશ ઉડાવી દે તેવી છે, તો ચાલો જોઇએ કે, સાઉથના કયા સ્ટાર્સ પાસે પ્રાઇવેટ જેટ છે.

1.પ્રભાસ : સાઉથમાં એવા પણ સ્ટાર્સ છે જેઓ તેમના જીવનને કિંગ સાઇઝમાં જીવવાનું પસંદ કરે છે. તેમાના જ એક છે સ્ટાર છે પ્રભાસ. “બાહુબલી” ફેમ પ્રભાસ એ સાઉથ સ્ટાર્સમાંના એક છે જેમની પાસે પોતાનું જેટ છે. તે તેનો ઉપયોગ પ્રોફેશનલ ટ્રીપ માટે કરે છે.

2.મહેશ બાબુ : સાઉથ સ્ટાર મહેશ બાબુ પણ એ લિસ્ટમાં સામેલ છે, જેમની પાસે પોતાનું જેટ છે.તેમનું ઘર કેટલું શાનદાર છે એ તો બધા જાણતા જ હશે. પરંતુ શું તમે જાણો છો કે તેમની પાસે પણ પ્રાઇવેટ જેટ છે. જેમાં તો પરિવાર સાથે અથવા તો કયારેક પ્રોફેશનલ ટ્રિપ્સ પર જવા માટે ટ્રાવેલ કરે છે.

3.અલ્લૂ અર્જુન : અલ્લૂ અર્જુનની ફેન ફોલોઇંગ સતત વધતી જઇ રહી છે. તેમની લોકપ્રિયતા વધવાની સાથે સાથે તેમની કમાણીનો આંકડો પણ વધતો જઇ રહ્યો છે. આજે અલ્લૂ અર્જુન પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે અને તેઓ ઘણીવાર પરિવાર સાથે પ્રાઇવેટ જેટમાં સફર કરે છે.

4.નાગાર્જુન અક્કિનેકી : ફિલ્મ સ્ટાર નાગાર્જુન અક્કિનેકી પાસે પણ એક ખૂબસુરત પ્રાઇવેટ જેટ છે. જેની ઝલક તમે જોઇ શકો છો. ઘણીવાર અક્કિનેકી પરિવાર સાથે પ્રાઇવેટ જેટમાં સફર કરે છે.

5.જુનિયર એનટીઆર : આરઆરઆર સ્ટાર જુનિયર એનટીઆર પણ એક પ્રાઇવેટ જેટના માલિક છે જેમાં તે ઘણીવાર સફર કરે છે. મીડિયા રીપોર્ટ્સની માનીએ તો તેમણે 80 કરોડનું પ્રાઇવેટ જેટ ખરીદ્યુ છે.

6.રામ ચરણ : ફિલ્મોનુ શુટિંગ હોય કે ફિલ્મોનું પ્રમોશન રામ ચરણ પણ પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. આટલું જ નહિ તેઓ પરિવાર સાથે વેકેશન પર જવા માટે પણ પ્રાઇવેટ જેટમાં ઉડાન ભરે છે.

7.નયનતારા : માત્ર સાઉથના મેલ સુપરસ્ટાર્સ જ મહિ પરંતુ લેડી સુપરસ્ટાર પાસે પણ પ્રાઇવેટ જેટ છે. નયનતારા ઘણીવાર પોતાના પ્રાઇવેટ જેટથી સફર કરે છે.

8.પૂજા હેગડે : ફિલ્મ સ્ટાર પૂજા હેગડે પાસે પણ કથિત રૂપથી એક આલિશાન જેટ છે. જેમાં અભિનેત્રી ઘણીવાર સફર કરે છે.

9.રજનીકાંત : સાઉથથી લઇને બોલિવુડથી પોતાનો સિક્કો જમાવી ચૂકેલા રજનીકાંત પણ કમ નથી. તેમની પોપ્યુલારિટી તો તમે જાણતા જ હશો. રજનીકાંત પાસે પણ પ્રાઇવેટ જેટ છે, જેનો ઉપયોગ તેઓ પ્રાઇવેટ અને પ્રોફેશનલ બંને રીતે કરે છે.

Shah Jina