મનોરંજન

જોઈ છે તમે આ સાઉથના સુપરસ્ટારની પત્નીઓ? જે લગ્નના આટલા વર્ષો પછી પણ નથી જોવા મળી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં

સાઉથના સુપરસ્ટારની પત્નીઓ છે સ્વર્ગની અપ્સરા જેવી, 7 તસવીરો જોઈને બોલીવુડ અભિનેત્રીને ભૂલી જશો

થિએટરમાં ફિલ્મ જોવાની વાત આવે એટલે આપણી પહેલી પસંદ બૉલીવુડ પર જઈને અટકે પરંતુ ઘરે બેઠા ટીવીમાં અથવા તો ઓનલાઇન મોબાઈલમાં જો કોઈ ફીલ જોવાનો વિચાર આવ્યો હોય તો એ છે સાઉથની ફિલ્મો.

એક્શનથી ભરપૂર એવી સાઉથની કેટલીય ફિલ્મોનું હિન્દીમાં ડબીંગ થતું પણ આપણે જોયું છે કારણ કે સાઉથની ફિલ્મોની સ્ટોરી જ જરા હટકે હોય છે અને એટલે જ આપણે આ ફિલ્મોને વધુ પસંદ કરતાં હોઈએ છીએ.

Image Source

સાઉથની ફિલ્મો સાથે સાઉથના કલાકારો પણ આપણને વધુ ગમતા હોય છે. એ પછી અન્ના રાસ્કલા વાળો રજનીકાંત હોય કે પછી બાહુબલીનો પ્રભાસ. પરંતુ આજે આપણે એ ફિલ્મના હીરો વિશે નથી વાત કરવાના, આપણે વાત કરશું એમની સુંદર પત્નીઓ વિશે. જે ખુબસુરત અને ટેલેન્ટેડ હોવા છતાં પણ ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જોવા નથી મળી.

Image Source

અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી
અલ્લુ અર્જુનનું નામ જ સાઉથની ફિલ્મોમાં આગવું છે. પોતાની અદાકારીથી તેને સાઉથના જ નહિ આખા ભારતના લોકોના દિલ જીતી લીધા છે. અલ્લુ અર્જુનની તો ઘણી છોકરીઓ દીવાની છે પરંતુ અલ્લુ અર્જુન જયારે પરણેલો છે એવી ખબર પડે છે ત્યારે  જાય છે. અલ્લુ અર્જુનના લગ્ન 2011માં જ થઈ ગયા હતા. એક લગ્નપ્રસંગમાં એક કોમન મિત્રના સહયોગથી એ બંનેની મુલાકાત થઈ અને પહેલી જ નજરમાં અલ્લુને થઈ ગયો પ્રેમ, પછી તો પૂછવું જ શું ? બન્નેએ કરી લીધા લગ્ન. અર્જુન તો આટલો સ્ટાઈલિશ છે જ પરંતુ તેની પત્ની સ્નેહા પણ કઈ કમ નથી. તે પણ ખુબ જ હોટ અને સુંદર છે.

Image Source

રામચરણની પત્ની ઉપાસના કમીનેની
રામચરણને આપણે ઘણી ફિલ્મોમાં જોયો છે. તેમના પિતા ચિરંજીવી તો સુપરસ્ટાર રહી ચુક્યા છે. રામચરણનું લગ્ન એપોલો હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રતાપ રેડ્ડીની પૌત્રી ઉપાસના કમીનેની સાથે 2012માં થયા. ઉપાસના એક બિઝનેસ વુમન છે જે એપોલો ચેરિટીની વાઇસ ચેરમેન અને બી પલ્સ મેગેઝીનની ચીફ એડિટર છે.

Image Source

જુનિયર એનટીઆર અને તેમની પત્ની લક્ષ્મી
જુનિયર એનટીઆરનું સાચું નામ જ એટલું અટપટું છે કે બધા તેમને માત્ર જુનિયર એનટીઆરથી જ ઓળખવા લાગ્યા છે. જુનિયર એનટીઆરની પત્નીનું નામ છે અને લક્ષ્મી. એનટીઆર માટે લક્ષ્મીને પસંદ કરનારું બીજું કોઈ નહિ પરંતુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હતા.

Image Source

મહેશબાબુ અને તેમની પત્ની નમ્રતા શિરોડકર :
મહેશબાબુનું નામ જ આવતા એમનો ચહેરો આંખો સામે આવી જાય પરંતુ ફિલ્મી ચાહકો નમ્રતા શિરોડકરને પણ ના ઓળખી શકે એવું તો બની જ ના શકે ને ? બોલીવુડમાં એક સમય એવો હતો જયારે નમ્રતા શિરોડકરની બોલબાલા હતી.

કચ્ચે ધાગે, વાસ્તવ, પુકાર જેવી હિટ ફિલ્મો આપનારી હિરોઈન સાથે મહેશબાબુએ લગ્ન કર્યા છે. 1993માં નમ્રતા શિરોડકરને મિસ ઇન્ડિયાનો એવોર્ડ પણ મળેલો છે. પરંતુ 2005માં મહેશબાબુ સાથે લગ્ન કરી ફિલ્મી દુનિયાથી દૂર થઇ અને પોતાના પતિ અને પરિવારને સાચવી રહી છે.