સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનનો પુત્ર નાગા ચૈતન્ય અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે આ બંનેના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં દંપતીની હલ્દી વિધિ પૂર્ણ થઈ હતી. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન કપલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યું હતું. નાગા ચૈતન્યની નવવધૂ શોભિતાએ તેના હલ્દી સમારોહ અને મંગલસ્નાન વિધિ માટે બે પોશાક પહેર્યા હતા.
અભિનેત્રી શોભિતા ધૂલીપાલાએ હલ્દી માટે પીળા રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ ગોલ્ડ જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તસવીરોમાં તે હળદરમાં રંગાયેલી જોવા મળી રહી છે. હલ્દી સમારોહ દરમિયાન શોભિતા હાથ જોડીને ખુરશી પર બેઠી છે અને તેનો પરિવાર અભિનેત્રીને સ્નાન કરાવતો જોવા મળી રહ્યો છે.
હલ્દી સેરેમની પૂરી કર્યા બાદ શોભિતા ધૂલીપાલા રેડ કલરની સાડીમાં જોવા મળી હતી. જેની સાથે તેણે ફુલ હેન્ડ બ્લાઉઝ પહેર્યું છે. ફોટામાં નાગા ચૈતન્ય સફેદ કુર્તામાં જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની સગાઈ થોડા મહિના પહેલા જ થઈ હતી. હવે અહેવાલો અનુસાર નાગા ચૈતન્ય અને શોભિતા 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં સાત ફેરા લેવાના છે.