મનોરંજન

અસલી સાઉથના હીરોએ શાહિદની ‘કબીરસિંહ’ ફિલ્મ વિશે એવું કઈંક કહ્યું કે જાણીને તમે થઇ જશો ગુસ્સાથી ધુંઆપુઆ

તેલગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેક ‘કબીર સિંહ’ને દર્શકોથી ખુબ જ વખાણી છે.  આ ફિલ્મે બોક્સ ઓફિસના પણ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મેં અત્યાર સુધી 250 કરોડની કમાણી કરી ચુકી છે. ફિલ્મમાં શાહિદ અને કિયારાના પરફોર્મન્સને લોકોએ ખુજ પસંદ કર્યો છે. ત્યારે અર્જુન રેડ્ડીના એક્ટર વિજય દેવરાકોંડાએ શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહેને લઇ ને કંઈક આવું કીધું છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું છે.


સાઉથના મશહૂર એક્ટર વિજય દેવરાકોંડાએ તેની આગામી ફિલ્મ ‘કોમરેડ’ની હોરેસ કોન્ફ્રન્સમાં એને કબીરસિંહ ફિલ્મ વિષે પૂછવામાં આવ્યું કે તમે આ ફિલ્મ જોય છે કે નહિ. વિજયે જવાબ આપ્યો હતો કે, ‘શાહિદ કપૂરે આ ફિલ્મ કરી છે.  હું આ કેરેક્ટર કરી લીધું છે.  મારી પાસે આ ફિલ્મ બીજીવાર જોવા માટે ટાઈમ નથી. હું આ ફિલ્મની કહાની જાણું છું. તો આ ફિલ્મ હું બીજી વાર કેમ જોવ ?’

વિજય દેવરાકોંડાએ ફિલ્મના રિલીઝ પહેલા ટ્વીટ કરીને શુભેચ્છા આપતા લખ્યું હતું કે,’કબીરસિંહ મારા માટે સંદીપ વાંગાની ક્ષમતા, વિઝન અને કહાની કહેવાનું ઝુનુન કોઈ પણ બોક્સ ઓફીસની સફળતા કરતા વધારે છે. તેની અંદર મેં મારી ખુદની એનર્જી અને વિઝન જોયું છે. હું શાહિદ કપૂર અને કિયારા અડવાણીની આ ફિલ્મને બ્લોકબસ્ટર થવાની શુભકામના પાઠવું છું.

જણાવી દઈએ કે આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદમાં ઘેરાયેલી છે. ફિલ્મમાં  શાહિદ કપૂર એક મગજ ફરેલા આશિકનુ પાત્ર નિભાવે છે. જે તેના પ્યારને નથી પામી શકતો તો તે ખુદને બરબાદ કરે છે. શાહિદના આ રોલ પર ઘણા લોકોએ ગુસ્સો પણ કર્યો હતો. પરંતુ વિવાદ વચ્ચે પણ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ની ફિલ્મેં સારી કમાણી કરી છે. સાથે બોક્સઓફિસનો રેકોર્ડ પણ કાયમ કર્યો છે.

જણાવી દઈએ કે, અર્જુન રેડ્ડી 2017માં રિલીઝ થઇ હતી. વિજય દેવરકુંડા તેલગુ સુપર સ્ટાર છે. તેને આ ફિલ્મે જ ટોચ ઉપર લાવ્યો હતો. આ ફિલ્મમાં તેની જોડી શાલિની પાંડે સાથે હતી. બન્નેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને લોકોએ  ખુબ જ પસંદ કર્યા હતા. ખાસ વાત તો એ છે કે અર્જુન રેડ્ડીના સંદીપ વાંગાએ જ કબીર સિંહને ડાયરેક્ટ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks