South Korean vlogger molested by Indian man : સોશિયલ મીડિયા પર એક ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં એક ભારતીય છોકરો લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કોરિયન છોકરીનું યૌન શોષણ કરતો જોઇ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે છોકરો અચાનક પાછળથી આવે છે અને છોકરી સાથે જબરદસ્તી કરવા લાગે છે અને તેને વળગી રહે છે.
આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બહાર ફરવા ગઈ હતી અને વીડિયો શૂટ કરી રહી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ યુવક પર ગુસ્સો વ્યક્ત કર્યો. મીડિયા અહેવાલ મુજબ વીડિયોમાં દેખાતા આ ભારતીય વ્યક્તિની દક્ષિણ કોરિયાના પ્રવાસી સાથે છેડતી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ છોકરી તેની મુસાફરીનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી અને આ વ્યક્તિ પાછળથી આવી તેની સાથે ગંદી હરકતો કરવા લાગ્યો.
ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયો તે દિવસનો છે, જ્યારે મોટાભાગના લોકો ફરવા માટે બહાર જતા હોય છે. અહેવાલ મુજબ, મહિલા મધ્ય વિસ્તારમાં ટ્રામ સ્ટોપ પર રાહ જોઈ રહી હતી, ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેની પાસે આવ્યો અને રસ્તો પૂછવા લાગ્યો. વાતચીતે ટૂંક સમયમાં જ મહિલા માટે ચિંતાજનક વળાંક લીધો જ્યારે પુરુષે વ્લોગરની નજીક આવવાનું શરૂ કર્યું અને તેને તેની સાથે જોડાવાનું કહ્યું. પછી તેણે તેનો હાથ પકડીને કહ્યું, ‘સાંભળો, મારી સાથે આવો. હું એકલો છું’ અને તેને શારીરિક રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો.
સ્ત્રીએ ના, ના, ના, બૂમો પાડીને હાથ દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ તે માણસ નજીક આવવા લાગ્યો. જો કે, અહેવાલો અનુસાર આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ લાંબા સમયથી તેને હેરાન કરતો હતો અને તેનું અનુસરણ કરતો હતો. જ્યારે તે મેટ્રો સ્ટેશનની સીડીઓ નીચે ગઈ ત્યારે મામલો વધુ વણસી ગયો. એકવાર તેઓ સ્ટેશનની સીડી પાસે હતા, ત્યારે તેણે વ્લોગર સાથે જબરદસ્તી કરી અને કહ્યું, હું એકલો છું. મારી સાથે ચાલ.’
Twitch streamer was sexually assaulted live in Hong Kong by a stranger. pic.twitter.com/7YwWkrQjLy
— DramaAlert (@DramaAlert) September 11, 2023
વ્લોગરે સતત તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો અને ચીસો પણ પાડી. આ પછી તેણે મહિલાને પકડી લીધી અને તેને બળજબરીથી કિસ કરવા લાગ્યો. જ્યારે મહિલાએ મદદ માટે બૂમો પાડી ત્યારે આરોપી સ્થળ પરથી ભાગતો જોવા મળ્યો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઘણા યુઝર્સ છોકરીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઇએ કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ અમિત જરિયાલ છે.
Hindu Migrant molested a Korean vlogger in Hong Kong 🇭🇰
Korean IRL streamer who was live broadcasting from Hong Kong was sexually harassed by an Indian Hindu migrant named Amit Jaryal. pic.twitter.com/RTlDjpN089
— Naman (@Naman_tt) September 11, 2023