ખબર

4000થી વધુ Hyundai-Kia ગાડીઓ લઇ જતું જહાજ મધદરિયે પલટ્યું, વિડીયો જોઈને રૂંવાળા થઇ જશે ઉભા

દક્ષિણ કોરિયાની કંપની Hyundai Glovisનું એક કાર્ગો શિપ મધદરિયે પલ્ટી ખાઈ ગયું હતું. જહાજ પલ્ટી ગયા બાદ આગ ફાટી નીકળી હતી. પરંતુ સદનસીબે 20 લોકોનો બચાવ થયો હતો.

દક્ષિણ કોરિયાની એક કાર્ગો શિપ 4 હજારથી વધારે ગાડીઓ લઈને નીકળી હતી. જે અમેરિકાના પ્રાંત જોર્જિયા પાસે પાસે સમુદ્રમાં પલ્ટી ગયું હતું. આ જહાજનું નામ ‘ગ્લોડન રે’ હતું. સમુદ્રમાં પલ્ટી ખાઈ ગયા બાદ થોડા સમયમાં જ જહાજમાં આગ લાગી હતી. જેના બચાવ માટે તનતોડ મહેનત કરવી પડી હતી. પરંતુ આગ લાગ્યા પહેલા 20 સદસ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

Hyundai Glovis કંપનીના આ કાર્ગો શિપ ઓટો કંપનીઓની ગાડીઓ ટ્રાન્સપોર્ટ કરતું હતું. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે, આ જહાજ અમેરિકાના બ્રુન્સવિક પોર્ટથી 4 હજારથી વધુ ગાડીઓ લઈને રવાના થયું હતું. જહાજને બ્રુન્સવિક પોર્ટ પર અનલોડ અને રિલોડ કરવામાં આવ્યું હતું.

અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોડિંગ દરમિયાન જહાજમાં કોઈ ગડબડ થઇ ના હતી. પરંતુ બંદરગાહથી નીકળ્યા બાદ એક તરફ ઝૂકવા લાગ્યું હતું. 80 ટકા ઝૂક્યા બાદ કેપટને ઇમરજન્સી મેસેજ મોકલ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ અમેરિકા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ કરી રહ્યું છે.


જણાવી દઈએ કે,’ગ્લોડન રે’ને પહેલી વાર 2017માં સમુદ્રમાં ઉતારવામાં આવ્યું હતું. જેનું વજન 71 હજાર ટન હતું. એક વેબસાઈટ અનુસાર આ જહાંજમાં એક વખતમાં 6933 ગાડી લઇ જઈ શકાય છે.

કોસ્ટગાર્ડ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, જહાજમાં આગ લાગ્યા બાદ અવાજ આવ્યો હતો. 4 લોકો આ જહાજમાં ફસાયા હતા. આગ અને ધુમાડાને કારણે જહાજની અંદર જવું મુશ્કેલ હતું. ત્યારબાદ લગભગ 1 કલાક બાદ અમેરિકા કોસ્ટગાર્ડનું હેલીકૉપટર પલ્ટી ગયેલા જહાજમાં લેન્ડ થઇ 4 લોકોનો બચાવ કર્યો હતો.

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના જણાવા અનુસાર, ફસાયેલા 4 ક્રુ મેમ્બર જહાજના એન્જીન રૂમમાં હતા. કોસ્ટગાર્ડ લેફિટેન્ટએ એક મેસેજ મોકલીને જણાવ્યું હતું કે, ચાલકદળના બધા સભ્યોની મેડિકલ કન્ડિશન સારી છે. પરંતુ હોસ્પિટલમાં વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.