5 પ્રોડ્યુસર સાથે રંગીન રાતો ગુજારો તો મળે ફિલ્મ! કપડાં કઢાવીને લેવાય છે ટેસ્ટ, સુંદર અભિનેત્રીઓએ ખોલ્યાં રાજ

South Actress Casting Couch : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ એક મોટું દુષણ છે અને ઘણી બધી અભિનેત્રીઓ તેનો ભોગ પણ બની ગઈ છે. કેટલીય અભિનેત્રીઓએ આ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલીને વાત પણ કરી છે. ફિલ્મોમાં રોલ આપવા માટે તેમની સામે સમાધાન કરવાની શરત રાખવામાં આવે છે. કાસ્ટિંગ કાઉચની રમત માત્ર બોલિવૂડ પુરતી સીમિત નથી, પરંતુ સાઉથ સિનેમામાં પણ તેનો મજબૂત પગપેસારો છે. સાઉથની ઘણી જાણીતી અભિનેત્રીઓએ પણ આ અંગે મૌન તોડ્યું છે. કાસ્ટિંગ કાઉચ પર જાહેરમાં વાત કરતાં, આ અભિનેત્રીઓએ તેમના કડવા અનુભવો ખૂબ જ નિખાલસતાથી શેર કર્યા.

1. શ્રીરેડ્ડી:

સાઉથની પ્રખ્યાત અભિનેત્રી શ્રીરેડ્ડી કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ ઘણી વખત બોલી ચૂકી છે. શ્રીરેડ્ડીએ હૈદરાબાદના રસ્તાઓ પર ઉતરીને કાસ્ટિંગ કાઉચ સામે ગુસ્સો દર્શાવ્યો છે અને વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આ અંગે ભારે હોબાળો થયો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ મને કામ આપવાનું વચન આપ્યું હતું અને મારે તેમની સામે કપડાં ઉતારવા પડ્યા હતા. પણ મને કોઈ રોલ મળ્યો નથી.”

2. ઐશ્વર્યા રાજેશ

તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાજેશે પણ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે ‘નિર્માતા નિર્દેશકો કાસ્ટિંગ કાઉચની ઓફરને એડજસ્ટમેન્ટ, કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ જેવા શબ્દોથી છુપાવે છે. ફિલ્મમાં કામ કરવા પર લોકો કહેતા હતા કે અડધો કલાક જાવ અને આવો.

3. પાર્વતી:

મલયાલમ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પાર્વતીએ પણ કાસ્ટિંગ કાઉચ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું હતું કે ફિલ્મ કરતી વખતે તેને વચ્ચે બ્રેક આપવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર તેણે જવાબ આપ્યો ‘ક્યા બ્રેક, યાર? મેં મારું કામ પહેલેથી જ કરી લીધું છે અને મને નથી લાગતું કે મારે બીજું કંઈ કરવાની જરૂર છે.

4. વરલક્ષ્મી સાર્થકુમાર :

તેલુગુ અભિનેત્રી વરલક્ષ્મી સાર્થકુમાર પણ કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવમાંથી પસાર થઈ છે. તેણે જણાવ્યું કે સાર્થકુમારની પુત્રી હોવા છતાં પણ તેને નિર્માતા, નિર્દેશકો અને હીરોની માંગણીઓ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે ‘મેં ક્યારેય મારી જાતને ઉપયોગમાં લેવા દીધી નથી. તમારી પ્રતિભાના આધારે તમારા માટે માર્ગ બનાવો.”

5. અનુષ્કા શેટ્ટી:

બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ પણ કાસ્ટિંગ કાઉચ પર સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે સાઉથમાં અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બને છે. જોકે તેને તેનો ખ્યાલ ન હતો, કારણ કે તે શરૂઆતથી જ સ્પષ્ટવક્તા હતી અને ખોટી વાતો સાંભળતી ન હતી.

Niraj Patel