મનોરંજન

કિંગ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરા વિશે જાણીને ચોંકી જ જશો

કિંગ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરા વિશે જાણીને ચોંકી જ જશો

શાહરુખ જોડે બેઠેલો આ હેન્ડસમ વ્યક્તિ વિશે જાણીને અને તેની પત્નીએ જોઈને કહેશો…ભગવાને ખુબ નસીબ આપ્યા છે આને

Image Source

આપણો દેશ કેટલો પણ આગળ કેમ ન વધી જાય પણ આપણે ત્યાં હજુ પણ ઘણીવાર લોકોએ રંગભેદનો ભોગ બનવું જ પડે છે. અને આવું માત્ર સામાન્ય લોકો સાથે જ થાય છે એવું નથી પણ મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો સાથે પણ આ રંગભેદ થાય છે,

તેનું જ એક ઉદાહરણ જોવા મળ્યું હતું, ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં, જ્યાં શાહરુખ ખાનની બાજુમાં ખૂબ જ કાળી ત્વચા ધરાવતો વ્યક્તિ બેઠો હતો અને તેની તસ્વીરો વાયરલ થયા પછી લોકોએ તેની પર રંગભેદની ટિપ્પણીઓ કરી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં ‘કોલકાતા નાઈટ રાઇડર્સ’ અને ‘ચેન્નઈ સુપર કિંગ્સ’ વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેની મેચ દરમિયાન શાહરૂખ ખાનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી,

પરંતુ તે તસ્વીર શાહરુખ ખાનના કારણે નહીં પરંતુ તેની બાજુમાં બેસેલા એક અજાણ્યા વ્યક્તિને કારણે થઇ હતી, જેનો રંગ કાળો હતો.

Image Source

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરમાં કિંગ ખાન સાથે બેસીને એક વ્યક્તિ મેચની મજા માણતો જોવા મળે છે, પણ તેની ત્વચાના કાળા રંગને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેની ખૂબ જ મજાક ઉડાવી હતી.

જણાવી દઇએ કે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સ્ટેડિયમના વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિનું નામ એટલી કુમાર છે.

Image Source

એટલી તમિલ ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો છે. તમિલનાડુના મદુરાઇમાં જન્મેલા એટલીનું પૂરું નામ અરુણ કુમાર છે. તે તમિલ ફિલ્મ્સના ડિરેક્ટર અને સ્ક્રીનપ્લે-રાઇટરની ભૂમિકા ભજવે છે. તેનો જન્મ 21 સપ્ટેમ્બર 1986ના રોજ તમિલનાડુમાં થયો હતો, એટલી કુમારે 2013માં ફિલ્મ રાજા રાની સાથે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.

તેમની ફિલ્મે સાઉથ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી ભારે સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ તેને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો વિજય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

Image Source

અરુણ કુમારે 5 વર્ષ પ્રખ્યાત ડિરેક્ટર એસ શંકર સાથે કામ કર્યું હતું. તેણે 3 ઇડિયટ્સની રિમેકમાં પણ કામ કર્યું હતું. તેમનું એપલ પ્રોડક્શન નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. એટલી કુમારે માત્ર તેમની પ્રતિભાને કારણે જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.

Image Source

સોશિયલ મીડિયા પર જ્યારે એટલી કુમારના રંગ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે એટલીના ચાહકોએ ટ્રોલ્સ પર જવાબી હુમલો પણ કર્યો હતો.

Image Source

એક યુઝરે એટલીની તરફેણ કરતા લખ્યું, હા, તે કાળો છે. શું તમે પણ જાણો છો કે પ્રાચીન ભારતમાં લોકોની ત્વચાની રંગત શું હતી. એમ પણ કોઈ અથવા તો ઘરે ટીવી પર મેચ જોઈ રહ્યું છે કે પછી ટિકિટ ખરીદીને સ્ટેન્ડથી, પણ એટલી કુમાર વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખ સાથે બેસીને મેચ જોઈ રહ્યો છે, એ પણ તેમણે પોતાની પ્રતિભાથી આ સિદ્ધિ મેળવી છે.


એટલી કુમાર સાથે વીઆઈપી સ્ટેન્ડમાં તેમની પત્ની કૃષ્ણપ્રિયા પણ દેખાઈ રહી છે. કૃષ્ણપ્રિયા સાથેના 8 વર્ષના સંબંધ પછી 2014માં બંનેએ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ઘણા ફિલ્મી સિતારાઓએ હાજરી પણ આપી હતી. કૃષ્ણા ટેલિવિઝન અભિનેત્રી છે ને તે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે.

Image Source

આ પહેલા પણ એટલી કુમાર અને તેની પત્નીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકોએ તેની પત્ની સાથેની તેમની તસ્વીરો પર ભદ્દી કૉમેન્ટ્સ કરીને તેમનું મજાક બનાવ્યું હતું.