જીવનશૈલી

સાઉથમાં ‘કોમેડી કિંગ’ના નામથી લોકપ્રિય છે આ અભિનેતા, 1 ફિલ્મની ફી તમને હેરાન કરી દેશે

તેલુગુ ફિલ્મોમાં ‘કોમેડી કિંગ’ તરીકે ઓળખાતા અભિનેતા ‘બ્રહ્માનંદમ’ 60 વર્ષના થઇ ચુક્યા છે.આ કોમેડિયન અભિનેતા લીડ સ્ટાર કલાકારોને પણ અભિનયની બાબતમાં પાછળ છોડી દે છે.બ્રહ્માનંદમનો જન્મ આંધ્રપ્રદેશના સાટેનાપલ્લી જિલ્લાના મુપલ્લાં ગામમાં 1 ફેબ્રુઆરી,1956 ના રોજ થયો હતો.બ્રહ્માનંદમેં પોતાના કેરિયરની શરૂઆત ડાયરેક્ટર જન્ધ્યાલાની ફિલ્મ ‘ચન્તાબાબાઈ’ માં એક નાના એવા રોલ દ્વારા કરી હતી અને આજે તે સાઉથ ફિલ્મોના જાણીતા કોમેડીયન બની ચુક્યા છે. સાઉથની દરેક બીજી ફિલ્મોમાં તમને બ્રહ્માનંદમની કોમેડીની ઝલક જોવા મળી જાશે.

Image Source

બ્રહ્માનંદમ કોલેજના દિવસો દરમિયાન અન્ય બાળકોની મિમિક્રી કરતા રહેતા હતા.પરિવારની આર્થિક સ્થિતિ ઠીક ન હતી માટે તેના પરિવારમાં પોતે જ એકમાત્ર એવા વ્યક્ત્તિ હતા જેણે એમ.એ ની ડિગ્રી મેળવી હતી. પણ તેના ભાગ્યના દરવાજા ત્યારે ખુલી ગયા જ્યારે તેલુગુ ફિલ્મોમાં એક જાણીતા ડાયરેક્ટરે તેને ફિલ્મોમાં કામ આપ્યું.

Image Source

બ્રહ્માનંદમની આજે લોકપ્રિયતા એટલી વધારે છે કે દરેક કોઈ ડાયરેક્ટર તેને પોતાની ફિલ્મોમાં લેવા માગે છે કદાચ આજ કારણ છે કે બ્રહ્માનંદમ 1000 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને ખુબ કમાણી કરી રહ્યા છે.60 વર્ષની ઉંમરમાં પણ બ્રહ્માનંદમ આજે પણ એટલા જ લોકપ્રિય છે અને પુરા જોશની સાથે કામ કરી રહ્યા છે અને કદાચ તેને લીધે જ આજે તેને સાઉથ ઇન્ડસ્ટ્રીના કોમેડી કિંગ કહેવામાં આવે છે.

Image Source

આગળના વર્ષે બ્રહ્માનંદમેં પોતાની ફી વધારીને 1 કરોડ રૂપિયા કરી નાખી છે અને હવે તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયાની ફી લે છે. તેમણે આ નિર્ણય પોતાની લોકપ્રિયતા અને હિટ ફિલ્મોને લીધે લીધો છે.કોઈપણ કોમેડિયન માટે આટલી ફી મેળવવી ખુબ મોટી વાત છે.

Image Source

ટીચરના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરનારા કોમેડીયન સુપરસ્ટાર બ્રહ્માનંદમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ શામિલ છે.આ રેકોર્ડ વર્ષ 2007 માં એક જ ભાષામાં 700 થી પણ વધારે ફિલ્મોમાં એક્ટિંગ માટે દર્જ થયેલો છે. પોતાના બે દશકોથી પણ વધારે લાંબા કેરિયેરમાં 1000 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.બ્રહ્માનંદમ 24 કલાકમાં 5 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

Image Source

બ્રહ્માનંદમની લોકપ્રિયતા એટલી બધી વધારે છે કે રોજ ટીવી પર તેની ઘણી ફિલ્મો દેખાડવામાં આવે છે. બ્રહ્માનંદમને પોતાના અભિનય માટે પાંચ નંદી એવોર્ડથી, પ્રદ્મશ્રી એવોર્ડ તથા અન્ય પણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.

Image Source

આજે પણ બ્રહ્માનંદમની પાસે ઘણી ફિલ્મોના પ્રોજેક્ટ પડેલા છે. બ્રહ્માનંદમ 320 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.આ સિવાય બ્રહ્માનંદમની પાસે ઘણી લગ્ઝરી ગાડીઓનો કાફલો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks