મનોરંજન

500થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે સાઉથનો આ ટકલો અભિનેતા, તેની સુંદર પત્ની જોઈને આંખો પહોળી થઇ જશે

સ્વર્ગની અપ્સરા જેવી પત્ની મળી આ ટકલા અભિનેતાને…એકવાર જોશો તો કહેશો શું નસીબ લઈને આવ્યો છે

બોલીવુડની ફિલ્મોની જેમ સાઉથની ફિલ્મોનો પણ  મોટો ચાહક વર્ગ છે, સાઉથના અભિનેતાઓ પણ દરેકને પસંદ છે, ત્યારે આજે અમે તમને એક એવા જ ખુબ જ પ્રખ્યાત અભિનેતા વિશે જણાવીશું જે ફિલ્મોમાં મુખ્ય પાત્રમાં તો નહિ પરંતુ એક કોમેડિયન તરીકે આજે દિલ જીતી રહ્યો છે. મોટા રાજેન્દ્ર ભલે ફિલ્મોમાં ટકલો અને કાળિયો દેખાય પરંતુ તેની પત્ની ખુબ જ સુંદર છે

Image Source

સાઉથના આ ખ્યાતનામ અભિનેતાનું નામ છે મોટા રાજેન્દ્ર.  જેને 500થી પણ વધારે ફિલ્મોમાં તો સ્ટંટમેન તરીકે કામ કર્યું છે, અને હાલ તે કોમેડિયનની ભૂમિકા નિભાવી રહ્યો છે, અને તેની કોમેડીને દર્શકો ખુબ જ પસંદ પણ કરે છે.

Image Source

રાજેન્દ્રને બાળપણમાં ભણવાનો શોખ નહોતો જેના કારણે તેને ફિલ્મો પ્રત્યે વધારે રૂચી જન્મી. રાજેન્દ્રએ સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રાજેન્દ્ર વિશે બીજી એક ખાસ વાત એ પણ છે કે તે ભલે દેખાવમાં હેન્ડસમ ના હોય પરંતુ તેની પત્ની ખુબ જ સુંદર છે. તે લાઇમલાઈટથી દૂર રહે છે. પરંતુ તેની સુંદરતાની ચર્ચાઓ આજે પણ સાંભળવા મળે છે.

Image Source

મોટા રાજેન્દ્રની પત્ની કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નથી, છતાં તે લાઇમ લાઇટથી દૂર જ રહે છે. પરંતુ સોશિયલ મીડિયામાં તેની સુંદરતાના ચર્ચાઓ જગ જાહેર છે.

Image Source

રાજેન્દ્રની ઉંમર આજે 61 વર્ષની છે, તે છતાં પણ તે ફિલ્મોમાં સક્રિય છે. તેને માત્ર સાઉથની જ ફિલ્મો નહીં પરંતુ ઘણી બોલીવુડની ફિલ્મોમાં પણ સહાયક કલાકાર તરીકેની ભૂમિકા અદા કરી છે, તેનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

Image Source

રાજેન્દ્રના લુકની પણ ઘણી ચર્ચાઓ થાય છે, આજે જે લુક રાજેન્દ્રનો જોવા મળી રહ્યો છે તે પહેલા આવો નહોતો, પહેલા રાજેન્દ્રના માથા ઉપર પણ વાળ હતા પરંતુ એક દુર્ઘટનામાં તેના માથાના બધા જ વાળ ચાલ્યા ગયા.

Image Source

એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે રાજેન્દ્ર સ્ટન્ટમેન તરીકે કામ કરતો હતો ત્યારે એક સીન માટે તેને બાઇક સાથે તળાવમાં કૂદવાનું હતું. તે બાઈક લઈને તળાવમાં કૂદી ગયો, પરંતુ જયારે બહાર નીકળ્યો ત્યારે તેને ખબર પડી કે તળાવમાં ફેક્ટરીમાંથી છોડવામાં આવેલું કેમિકલનું પાણી છે.  જેના કારણે તેના બધા જ વાળ ચાલ્યા ગયા.