મનોરંજન

તમન્નાથી લઈને રશ્મિકા સુધી મેકઅપ વગર આવી દેખાય છે સાઉથની અભિનેત્રીઓ, 9 તસ્વીરો જોઈને દંગ રહી જશો

ફિલ્મોમાં હંમેશા સ્વરૂપવાન દેખાતી સાઉથની બોલ્ડ અભિનેત્રીઓ અસલ જીવનમાં આવી દેખાય છે, જુઓ

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેઓ ઘણીવાર મેકઅપ વગરની જોવા મળી છે. તેઓનો નો મેકઅપ લુક દર્શકોને પણ પસંદ આવ્યો હતો. જેમાંની અમુક અભિનેત્રીઓ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે

જ્યારે અમુકને તો ઓળખવી પણ મુશ્કેલ છે. જો કે આજે અમે તમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની નો મેકઅપ તસ્વીરો બતાવશુ, જેમાં અમુક મેકઅપ વગર સામાન્ય મહિલા જેવી જ દેખાય છે.

Image Source

1. નયનતારા:
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નયનતારાની સુંદરતાના દરેક કોઈ દીવાના હશે પણ તે નો મેકઅપ લુકમાં એકદમ સામાન્ય યુવતી જ લાગે છે. નયનતારા પ્રભુદેવા સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહી હતી.

Image Source

2. તૃષા કૃષ્ણન:
તમિલ ફિલ્મ અભિનેત્રી તુષ્ણા કૃષ્ણન પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે અને તે અવાર નવાર વર્કઆઉટ કરતી પોતાની તસ્વીરો કે વિડીયો શેર કરતી રહે છે. ફિલ્મોમાં તો દરેક કોઈ તેના દીવાના છે, જો કે નો મેકઅપમાં પણ તે ખુબ સુંદર દેખાય છે.

Image Source

3. તમન્ના ભાટિયા:
મિલ્ક બ્યુટી તરીકે ઓળખાતી બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાની સુંદરતા દરેકને ઘાયલ કરનારી છે. તે મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે. તમન્ના ઘણીવાર પોતાની નો મેકઅપ તસ્વીરો પોસ્ટ કરી ચુકી છે.

Image Source

4. કાજલ અગ્રવાલ:
ફિલ્મ સિંઘમ દ્વારા અજય દેવગન સાથે બોલીવુડમાં ડેબ્યુ કરનારી સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી કાજલ અગ્રવાલે અમુક દિસવો પહેલા જ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં કાજલની સુંદરતા ખુબ લાઇમલાઇટમાં રહી હતી, પણ મેકઅપ વગર સિંઘમ સ્ટાર કાજલ કંઈક આવી દેખાય છે.

Image Source

5. શ્રુતિ હાસન:
અભિનેતા કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન તે લિસ્ટમાં આવે છે જે રિયલ લાઈફમાં પણ મેકઅપ વગર ખુબ જ સુંદર દેખાય છે, શ્રુતિ મેકઅપ વગર પણ ખુબ જ પ્યારી અને ક્યૂટ દેખાય છે.

Image Source

6. સામંથા અક્કિનેકી:
સાઉથ ફિલ્મ જગતના દિગ્ગ્જ અભિનેતા નાગાર્જુનાના દીકરા નાગા ચૈતન્યના લગ્ન સામંથા અક્કિનેકી સાથે થયા છે. સામંથા પણ સાઉથ ફલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સામંથાને મેકઅપ વગર જોતા ઓળખવી પણ મુશ્કેલ લાગશે.

Image Source

7. કીર્તિ સુરેશ:
મહેશ બાબુની ફિલ્મ ‘સરકારું વારી પાટા’ની અભિનેત્રી કીર્તિ સુરેશને ઓફ સ્ક્રીન ઓળખવી પણ મુશ્કેલ લાગશે. મેકઅપ વગર કીર્તિ એકદમ અલગ દેખાય છે.

Image Source

8. પૂજા હેગડે:
રિતિક રોશન સાથે ફિલ્મ મોહેંજો દરો દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લેનારી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી પૂજા હેગડેની ક્યુટનેસ અને તેની ચુલબુલી અદાઓના દરેક કોઈ દીવાના છે. પૂજા મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે. પૂજાને ઘણીવાર નો મેકઅપ લુકમાં સ્પોટ કરવામાં આવી છે.

Image Source

9. રશ્મિકા મંદાના:
અભિનેત્રી રશ્મિકા મંદાનાની ક્યુટનેસ પર લાખો લોકો ઘાયલ હશે. રશ્મિકા નો મેકઅપ લુકમાં પણ એટલી જ સુંદર દેખાય છે.