ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટરોનું લગ્ન જીવન રોમાંચક હોય છે. જેના વિશે જાણવાની ફેન્સને ઉસ્તુક્તા હોય છે. સામાન્ય રીતે એક્ટરોનાં અફેર્સ, તેમનાં લગ્ન સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણી વાર લોકો એક્ટર્સને ટ્રોલ પણ કરતા હોય છે. ત્યારે આવા જ એક લગ્ન સાઉથના એક્ટરે 41 વર્ષની ઉંમરે પોતાની જ બહેન સાથે કર્યા છે. આ તેમના ત્રીજા લગ્ન છે. એટલું જ નહીં, મુખ્ય વાત એ છે કે જેની સાથે લગ્ન કર્યા છે એ મામાની દીકરી બહેન થાય છે. તો જાણો કોણ છે આ ફેમસ એક્ટર ?
તમિલ અને મલયાલમ એક્ટર બાલાએ ઘણી હિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કિલથી લોકોને પ્રભાવિત કર્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર બાલાએ કોકિલા નામની મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા છે. 41 વર્ષની ઉંમરે બાલાના આ ત્રીજા લગ્ન છે. લગ્નની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. જેમાં પરિવાર અને મિત્રોની હાજરી જોવા મળી હતી. આ તસવીરોમાં બાલાએ સફેદ કુર્તો પહેર્યો છે અને તેની પત્ની કોકિલાએ મસ્ટર્ડ અને મરૂન રંગની સાડી પહેરી છે. આ સાથે જ સોનાના દાગીના પણ પહેર્યા છે.
એક્ટરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ્યારે તેની તબિયત બગડી અને લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી ત્યારે કોકિલાએ તેની ખૂબ કાળજી લીધી હતી. તો બીજી તરફ, બાલા પર તેની પહેલી પત્ની સિંગર અમૃતા સુરેશે તાજેતરમાં જ જીવનના સંઘર્ષો વિશે જણાવ્યું હતું અને બાલા સામે શારીરિક અને માનસિક શોષણની ફરિયાદ નોંધાઈ હતી.
કેરળ પોલીસે બાલાની જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી, પરંતુ કેટલીક શરતો પર જામીન આપવામાં આવ્યા હતા. એક્ટર બાલાની સાઉથમાં મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે એક્ટર બાલાએ તેના ફેન્સ પાસે કોકિલા સાથેના લગ્નને લઈ આશીર્વાદ પણ માગ્યા હતા.
View this post on Instagram