પારિવારિક દુશ્મની વચ્ચે પાંગર્યો હતો સૌરવ ગાંગુલી અને ડોનાનો પ્રેમ, બે વાર કરવા પડ્યા હતા લગ્ન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને હાલના બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની દિલેરી માટે ઓળખાય છે. જેટલી સૌરવ ગાંગુલીની ક્રિકેટની સફર રોમાંચક રહી છે તેટલું જ તેનું અંગત જીવન પણ રોમાંચક રહ્યું છે. ખાસ કરીને તેની પ્રેમ કહાણી.

ગાંગુલીએ ઘરવાળાને જણાવ્યા વગર જ ડોના સાથે લગ્ન કરી લીધા હતા. તેને એકવાર નહીં પરંતુ બે વાર લગ્ન કર્યા હતા. દાદાની આ ઇન્ટરેસ્ટિંગ લવ સ્ટોરીની અંદર પરિવારનું યોગદાન પણ ઘણું રહ્યું છે.

ગાંગુલી અને ડોના બંને પાડોશી હતા. તે બાળપણથી જ મિત્રો હતા અને આ મિત્રતા જ પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેનાં પરિવાર વચ્ચે પહેલા તો સારા સંબંધો હતા. પરંતુ સમય જતા વિવાદ ઉભો થઇ ગયો. તેની અસર બનેંના પ્રેમ ઉપર પણ પડી હતી. ત્યારબાદ સૌરવ અને ડોના એકબીજાને સંતાઈ સંતાઈને મળવા લાગ્યા. પારિવારિક ઝઘડા વચ્ચે પણ બંનેએ એકબીજાનો સાથ ના છોડ્યો.

સૌરવ સેન્ટ જીવિયર્સ સ્કૂલમાં આભ્યાસ કરતો હતો તો ડોના લોરેટો કોન્વેટ કુલર્સની વિદ્યાર્થીની હતી. સ્કૂલ જવાના બહાને બંને એકબીજાને મળતાં હતા. ડોનાને ડાન્સ કરવું ખુબ જ પસંદ હતું, પરંતુ સૌરવના પરિવારને નહોતું. જો કે સૌરવ પોતે ડોનાના ડાન્સનો દીવાનો હતો. અને તેને જોવા માટે પણ જતો હતો.

ડોના પણ સૌરવ ગાંગુલીની મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતી હતી. દાદાના પરિવારને આ પસંદ નહોતું. તે બનેંના લગ્નની વિરુદ્ધ હતા. 1996માં સૌરવની પસંદગી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થઇ ગઈ. તેને લોર્ડ્સમાં જ પોતાના ડેબ્યું મેચમાં જ શતક બનાવી લીધું.

ઇંગ્લેડથી પાછા આવીને દાદાએ બંગાળના દિગ્ગ્જ ક્રિકેટર અને મિત્ર મૌલી બેનર્જીને ડોનાના સંબંધ વિશે વાત કરી. મૌલી સાથે જ ડોના અને ગાંગુલી લગ્ન માટે કોર્ટમાં પહોંચ્યા. પરંતુ મીડિયાના કારણે તેમને ઘરે આવવું પડ્યું. મૌલીએ મેરેજ રજિસ્ટ્રારને પોતાના ઘરે જ બોલાવી લીધો. ત્યાં જ બંનેએ લગ્ન કર્યા.

ગાંગુલીએ જયારે પહેલીવાર લગ્ન કર્યા ત્યારે તેની ઉમર 23 વર્ષની હતી. ત્યારે ડોના 20 વર્ષની હતી. પહેલીવાર બંને 12 ઓગસ્ટ 1996ના રોજ સરકારી નિયમો સાથે લગ્ન કર્યા. થોડા જ સમયમાં આ રહસ્ય પરિવાર સામે પણ ખુલી ગયું. બધા જ નારાજ હતા. પરંતુ દાદાની જીદ સામે પરિવાર પણ ઝૂકી ગયો.

શ્રીલંકાના પ્રવાસ ઉપરથી પાછા આવ્યા બાદ દાદા અને ડોનાના બીજીવાર લગ્ન કરાવવામાં આવ્યા. આ વખતે આ લગ્ન ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા. 12 ફેબ્રુઆરી 1997ના રોજ બંનેએ પોતાના ઘરવાળાની સામે સાત ફેરા લીધા અને એકબીજાના બની ગયા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.