ખબર

સૌરવને હાર્ટ-અટેક આવ્યો: દાદા જયારે હોસ્પિટલ ગયા તો ખબર પડી કે..જાણો વિગત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દમદાર ખેલાડી એવા સૌરવ ગાંગુલીના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અચાનક જ સૌરવની તબિયત ખરાબ થઇ જવાને લીધે તેને કલકત્તા વુડલૈંડ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

Image Source

મળેલી જાણકારીના આધારે સૌરવને હૃદયને લગતી સમસ્યા થઇ ગઈ હતી જેને લીધે તેને ભરતી કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સૌરવ પોતાના ઘરના જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા અને જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેને અચાનક જ ચક્કર આવવા લાગ્યા અને હૃદયમાં દુઃખાવો પણ થવા લાગ્યો હતો અને તરત જ દાખલ કવામાં આવ્યા હતા.

સૌરવના મિત્ર બોરિયા મજમુદારે ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે અને કહ્યું કે હોસ્પિટલમાં જાંચ કરવા પછી માલુમ પડ્યું કે તેને હૃદયનો હુમલો આવ્યો હતો. હાલ સૌરવની હાલતમાં ઘણો સુધારો છે. હજી સુધી તેના પરિવાર તરફથી આ બાબતને લીધે કોઈ નિવેદન સામે આવ્યું નથી.