મનોરંજન

લવ સ્ટોરી : મહાભારતમાં શ્રીકૃષ્ણ બનીને દર્શકોનું દિલ જીતવા વાળા સૌરભ છે આના દીવાના, અભિનેતાની તાકાત છે પત્ની રિદ્ધિમા

ટીવીના શ્રીકૃષ્ણની પત્ની આટલી સુંદર છે, 7 PHOTOS જોઈને તમે પણ કરશો વખાણ

સ્ટાર પ્લસ શો ‘મહાભારત’માં શ્રી કૃષ્ણનું પાત્ર નિભાવનાર સૌરભ રાજ જૈનની સ્માઈલતો બધાના દિલમાં છે. તેણે તેના શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. આ શોથી સૌરભને ઘણી સારી ઓળખ મળી છે અને તે ઘરે ઘરે ફેમસ થઇ ગયા છે.

આના પછી તે બીજા ઘણા શો પણ કરી ચુક્યા છે. સૌરભના ચાહકો તેમની પર્સનલ લાઈફ જાણવા વિશે ઘણા ઉત્સુખ રહેતા હોય છે કારણકે ઘણા ઓછા લોકો તેમની પર્સનલ લાઈફ વિશે જાણતા હશે.

અમે તમને સૌરભની લવ લાઈફ વિશે જણાવાના છીએ. સૌરભે તેની ગર્લફ્રેંડ રિદ્ધિમા જોડે લગ્ન કર્યા છે. થોડાક વર્ષો રિલેશનમાં રહ્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ.

રિદ્ધિમા અને સૌરભ નોઈડાના લોબો ડાન્સ એકેડમીમાં મળ્યા હતા. બંને વચ્ચે ત્યાં કનેશન બન્યું. બંનેએ એક બીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતુ.

બંનેએ 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ અને નવેમ્બર 2010માં લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નને ગુપ્ત રાખ્યા હતા જેની કોઈને ખબર જ હતી નહિ. સૌરભ અને રિદ્ધિમા 2017માં જુડવા બાળકના માતા પિતા બન્યા હતા.

લગભગ 1 વર્ષ સુધી સૌરભનું શૂટિંગ બંધ રહ્યું. ત્યારબાદ સૌરભે ‘ફિયર ફેક્ટર : ખતરો કે ખિલાડી’ સીઝન 11માં ભાગ લેવાનું નક્કી કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાએ કહ્યું કે જયારે હું કૈપ ટાઉન માટે નીકળ્યો તો દિલ્હીમાં મારો પરિવાર ખાસ કરીને મારી માતા મારી સુરક્ષાને લઈને ખુબ જ ચિંતામાં હતી.

અભિનેતાનું કહેવું છે કે તેના માટે આ ખુબ જ જરૂરી બદલાવ હતો. સૌરભ ‘જય શ્રી કૃષ્ણા’, ‘દેવો કે  દેવ મહાદેવ’ અને ‘મહાભારત’ જેવા લોકપ્રિય શોના અભિનય માટે જાણીતા છે.

સૌરભે કહ્યું કે મારી પણ પહેલાથી ઈચ્છા હતી કે સ્ટંટ-બેસ્ડ રિયાલિટી શોનો ભાગ બનું પરંતુ આ સમયે ટ્રાવેલ અને શૂટને લઈને ઘભરાયેલા છે. આવું ખાલી મારા પરિવારને લઈને હતુ નહિ, બીજી લહેરમાં કોરોના સંક્ર્મણના કેસ વધતા હતા ત્યારે હું પણ ટ્રાવેલ કરવા બાબતે ચિંતિત હતો.

પણ મેં શો માટે ટ્રાવેલ કરવાનું શરુ કરી દીધું છે. હું બધાની તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છુ. હું ખાલી એ ઉમ્મીદ કરું છુ કે અભિનેતાઓ અને ક્રૂના બધા લોકો સુરક્ષિત રહે અને અમે વિચાર્યા પ્રમાણે શૂટિંગ પૂરું કરી શકીએ.