આપણું શરીર પણ એક મશીન જેવું જ હોય છે. જેમ મશીનના જુદા-જુદા ભાગો અવાજ કરે છે એમ આપણા શરીરમાંહી પણ જુદા-જુદા અવાજો આવે છે. સામાન્ય રીતે આપણે આપણા શરીરના જુદા-જુદા અંગોમાંથી આવતા અવાજોને અવગણી કાઢીએ છીએ. ભલે અ પેટમાંથી આવતો ગુડ-ગુડ અવાજ હોય કે નસકોરા બોલવા હોય કે સાંધામાંથી આવતો અવાજ હોય. આપણે આવા અવાજો પર કોઈ ખાસ ધ્યાન આથી આપતા, પણ આ અવાજો ગંભીર બીમારીઓનો સંકેત આપતા હોય છે. જે લાંબા સમય પછી ગંભીર બીમારી બનીને સામે આવે છે.

શરીરમાંથી આવતા આ અવાજો જ સંકેત આપે છે કે તમારા શરીરમાં કોઈ સમસ્યા છે, એવામાં એને અવગણ્યા વિના સમસ્યા જાણવાની કોશિશ કરવી જોઈએ અને તરત જ ઈલાજ કરાવીને છુટકારો મેળવવો જોઈએ. તો આજે આવા જ અવાજો વિશે વાત કરીશું –
ઊંઘતી વખતે નસ્કોરાનો અવાજ –

આપણા પરિવારમાં ઘણા એવા સભ્યો હશે કે જેમને નસકોરા બોલાવવાની આદત હશે ણ આપણે એને મજાકમાં ટાળી ડાઈએ છીએ, પણ આ એક બીમારીનો સંકેત હોઈ શકે છે. સ્થૂળતાના કારણે પણ ગળાની મેમ્બ્રેનમાં અટકવાને કારણે નસકોરા બોલે છે. આનાથી સ્લીપ એપ્નિયા, ડાયાબિટીસ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
હાડકાના સાંધામાંથી કટ-કટનો અવાજ –

ઘણીવાર એવું બને છે કે ચાલતા, ઉઠતા બેસતા આપણા હાડકાના સાંધામાંથી કટ-કટનો અવાજ આવે છે. સામાન્ય રીતે આવો અવાજ ત્યારે જ આવે છે જયારે તમારા સાંધાની વચ્ચે મળતા પ્રવાહીમાં પરપોટા આવી જાય છે. મોટાભગાએ આ સમસ્યા મોટી ઉંમરના લોકોને હોય છે. હાથ કે પગના સાંધામાં પ્રવાહીની કમીને કારણે પણ આવું થઇ શકે છે. જો તમને આવું લાગે તો તરત જ ઈલાજ કરાવવો જોઈએ, આવું લાંબા સમય સુધી થવા પર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે આવું થવા પર ગઠિયા અથવા આર્થરાઇટિસની બીમારી થઇ શકે છે.
જડબાનો અવાજ –

ખોરાકમાં ખાટા-મીઠા, ગરમ કે ઠંડાથી દાંતની સમસ્યા થવી સામાન્ય છે. પરંતુ જો જડબામાંથી અવાજ આવવા લાગે તો સમજવું કે ઉપર અને નીચેના જડબામાં એલાઇન્મેન્ટ બગડવાથી આવી થઇ શકે છે. જેના કારણે જડબા લોક થવાની સમસ્યા થઇ શકે છે. એવામાં દાતાના ડોક્ટરને જરૂર બતાવો.
કાનમાં ઘંટી કે સીટી જેવા અવાજો સંભળાવા –

કેટલાક લોકોને તેમના કાનમાં ઘંટી કે સિસોટીનો અવાજ ઘણી વાર સંભળાય છે. ક્યારેક કાનમાં પાણી અથવા નાના જંતુઓ ઘુસી જાય છે, એવામાં આવા અવાજોને ટાળવા જોઈએ નહીં, કારણ કે કાનમાં ફંગલ ઇન્ફેક્શનને કારણે અવાજો આવી શકે છે, જે ખૂબ જોખમી છે. ટિનીટસ નામના રોગને કારણે પણ કાનમાં અવાજ આવે છે. જો ટિનીટસના સંકેતો સંભળાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
શ્વાસ લેતા સમયે ખર્રર્ર-ખર્રર્રનો અવાજ –

શ્વાસ લેવું એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ કેટલીકવાર શ્વાસ લેતી વખતે, તમારા નાકમાંથી નસકોરા અથવા સીટી વગાડવાનો અવાજ આવે છે. ઘણીવાર, જ્યારે તમને શરદી હોય ત્યારે પણ નાકમાંથી આવા અવાજો આવે છે. જ્યારે નાક બંધ થાય છે, ત્યારે નાકમાંથી અવાજ આવવા લાગે છે. તેથી, નાક સાફ કરવાની કાળજી લો. દરરોજ નાક સાફ કરો. આવા અવાજ એ સંકેત છે કે તમારા વિન્ડપાઇપમાં વધુ મ્યુક્સ જમા થઇ ગયું છે અથવા સોજો આવી ગયો છે, જેને કારણે હવાના પ્રવાહમાં મુશ્કેલી આવે છે.
ઉધરસ સાથે સીટી અથવા ભસવા જેવા અવાજો આવવા –

જો તમને સતત ઉધરસ આવી રહી હોય અને ખાંસી સાથે સિસોટી અથવા કૂતરાના ભસવા જેવો અવાજ આવે તો એ શ્વસન સંબંધી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. ફેફસામાં ઇન્ફેક્શન અને એલર્જીને લીધે આવા અવાજો થાય છે. લાંબા સમય સુધી, આવા અવાજ આવવા અસ્થમા જેવી બીમારીનું કારણ બની શકે છે. આવી સમસ્યા સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે તમારા ફેફસાં અથવા શ્વાસનળીમાં સોજો આવી જાય છે.
પેટમાંથી ગુડ-ગુડ અવાજ –

મોટેભાગે આપણા પેટમાંથી અવાજ અથવા ગુડ-ગુડ અનુભવીએ છીએ. જો આ પ્રકારનો અવાજ પેટમાંથી આવે છે, તો તેનો અર્થ એ છે કે ખાલી પેટ અથવા વધારે ખાવા જેવા કારણોને લીધે, ડાયજેશનની સમસ્યા થઇ જાય છે. જો કે ઘણીવાર વધુ તણાવ હોય ત્યારે પણ આ અવાજો આવે છે. કારણ કે તાણને લીધે પેટની માંસપેશીઓ ખેંચાવાનું ચાલુ થાય છે. જો તમને પેટમાં સોજો અથવા દુખાવો થાય છે, તો લીવર સંબંધિત સમસ્યા હોઈ શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.