રજનીકાંતના ઘરમાં આવી ખુશીઓ, બની ગયા નાના, ક્યૂટ તસવીર શેર કરીને જણાવ્યું નામ, તમે પણ કહેશો.ખરા ભારતીય તરીકે નામ રાખ્યું !

બોલીવુડની જેમ સાઉથનો પણ એક મોટો ચાહકવર્ગ છે અને આજે તો બૉલીવુડ કરતા પણ વધારે લોકો સાઉથની ફિલ્મો જોતા હોય છે. એવા જ એક સાઉથના અભિનેતા રજનીકાંતને તો લોકો સાઉથમાં ભગવાન માને છે. રજનીકાંતે ના માત્ર સાઉથમાં જ પરંતુ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેના કારણે તેમની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. તેમના જીવન સાથે જોડાયેલી બાબતો પણ ચાહકો ઉત્સુક હોય છે. ત્યારે હાલ તેમના ઘરમાંથી ખુશ ખબરી આવી છે. રજનીકાંત નાના બની ગયા છે.

અભિનેતા રજનીકાંતને બે દીકરીઓ છે, જેમાંથી તેમની નાની દીકરી સૌંદર્યા રજનીકાંત એક ક્યૂટ બાળકની માતા બની છે. રજનીકાંતના ઘરમાં ખુશીનો માહોલ છે. તેમની દીકરી સૌંદર્યાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે, જે એક દીકરો છે. રવિવારે તેના સોશિયલ નેટવર્કિંગ પેજ પર, તેણે તેના પ્રેગ્નન્સી શૂટની કેટલીક તસવીરો અને નવજાત બાળકની ઝલક શેર કરી.

તસવીરો શેર કરતાં તેણે લખ્યું, ‘દેવતાઓની પુષ્કળ કૃપા અને અમારા માતા-પિતાના આશીર્વાદથી.. વિશગન, વેદ અને હું વેદના નાના ભાઈ વીર રજનીકાંત વનંગામુડીનું સ્વાગત કરી રહ્યા છીએ આજે ​​11/9/22 વીરનું સ્વાગત કરતા રોમાંચિત છીએ. ધન્ય છે. બેબી બોય અમારા અદભુત ડોકટરો સુમના મનોહર, ડો શ્રીવિદ્યા શેષાદ્રી, શેષાદ્રી સુરેશનો ખુબ ખુબ આભાર !

સૌંદર્યા રજનીકાંતે 2019 માં અભિનેતા અને ઉદ્યોગપતિ વિશાગન વનંગામુડી સાથે લગ્ન કર્યા, જેઓ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક અને ઉદ્યોગપતિ વનંગામુડીના પુત્ર પણ છે. તેના પહેલેથી જ છૂટાછેડા થઈ ગયા હતા. બંને વચ્ચે મતભેદ થતાં સૌંદર્યાએ જુલાઇ 2017માં અશ્વિન રામ કુમારથી છૂટાછેડા લીધા હતા અને તેઓએ લગ્ન કરી લીધા હતા.

Niraj Patel