આ અભિનેત્રીની હોળીની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી દીધી ધમાલ, જુઓ તસવીરો

બનારસ ઘાટ પર એટલા બોલ્ડ બ્લાઉઝમાં કરાવી રહી હતી ફોટોશૂટ, યુઝર્સે કરી દીધી ટ્રોલ

બોલિવુડ અભિનેત્રી સૌંદર્યા શર્માએ બનારસમાં હોળીનો જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાનની તેને ઘણી તસવીરો શેર કરી હતી. સૌદર્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી હતી, જે ખૂબ જ વાયરલ થઇ હતી.

સૌંદર્યા શર્માનું લેટેસ્ટ ફોટોશૂટ ઘણુ વાયરલ થયુ હતુ. તેમજ આ ફોટોશૂટને કારણે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ પણ કરી હતી.

અભિનેત્રીએ હોળીના અવસર પર બનારસ ઘાટ પર ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેમાં તે રંગો સાથે પોઝ આપતી જોવા મળી હતી.

સૌંદર્યા શર્મા આ દરમિયાન સફેદ રંગની સાડીમાં જોવા મળી હતી તેમજ તેણે આ સાથે જ બેકલેસ બ્લાઉઝ કેરી કર્યો હતો. તે ખૂબ જ ખૂબસુરત અંદાજમાં જોવા મળી હતી.

સૌંદર્યાનો હોટ દેશી લુક જોવા મળી રહ્યો હતો. જેમાં સફેદ રંગની સાડી પર ગોલ્ડન બોર્ડર હતી અને આ સાથે તેણે ગોલ્ડન ઇયરિંગ્સ કેરી કર્યા હતા.

આ તસવીરો શેર કરવાની સાથે જ તેણે શાનદાર કવિતા શેર કરી હતી. સૌંદર્યા શર્માની આ તસવીરો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યુ, આવી જગ્યા પર કમસે કમ પૂરા કપડા પહેરીને જતી, કમસે કમ પાવન જગ્યા પર બરાબર કપડા પહેરવા જોઇએ.

સૌંદર્યા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં જ વેબ સીરિઝ “રત્કાંચલ”માં જોવા મળી હતી.તેને એમએક્સ પ્લેયર પર પ્રકાશિત કરવામાં આવી રહી છે.

Shah Jina