મનોરંજન

સૂર્યવંશમની આ અભિનેત્રીનું મૃત્યુ થયું હતું એક પ્લેન ક્રેશમાં, મૃત્યુ સમયે હતી પ્રેગ્નેન્ટ, પરિવારને ડેડ બોડી પણ ના મળી

1999માં રિલીઝ થેયલી બોલીવુડની ફિલ્મ “સૂર્યવંશમ” વિષે તો આજે નાનું બાળક પણ જાણે છે, સેટ મેક્સ ઉપર તેનું અવાર નાવર પ્રસારણ પણ આવતું  હોવાના કારણે મોટાભાગના લોકોએ આ ફિલ્મ જોઈ જ હશે, અને આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પણ આવી છે કારણ કે ફિલ્મના પાત્રો દ્વારા જે માહિતી સભર સંદેશ આપવામાં આવે છે તે મોટાભાગના લોકોના જીવનમાં સ્પર્શી ગયો છે.

Image Source

આ ફિલ્મની અંદર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અભિનય કર્યો છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળે છે. તો આ ફિલ્મમાં હીરા ઠાકુરનો અભિનય કરનાર અમિતાભની પત્નીના રૂપમાં બતાવવામાં આવેલી અભિનેત્રીની પણ ઘણી જ પ્રસંશા થઇ છે, કારણ કે તે હીરાને મુશ્કેલીના સમયમાં સાથ આપે છે અને પોતાની મહેનત ઉપર આઈએએસ બનીને બહાર આવે છે, સાથે જયારે તે પોતાના સાસરનાએ પગે પડે છે એ બધું જ દર્શકોને ખુબ જ આકર્ષી જાય છે.

Image Source

“સૂર્યવંશમ” ફિલ્મની અંદર આ અભિનય સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સૌંદર્યા રઘુએ નિભાવ્યો હતો. પરંતુ તે ખુબ જ નાની ઉંમરમાં દનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલી ગઈ, સૌંદર્યનું મૃત્યુ એક ઍરક્રાફ્ટ ક્રેશ થવાના કારણે થયું હતું.

Image Source

સૌંદર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી એ દરમિયાન બીજીપીના વરિષ્ઠ નેતા વિદ્યા સાગર રાવ કરીમનગર સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા. 17 એપ્રિલ 2004ના રોજ સૌંદર્યા તેમના પક્ષ માટે વોટ માંગવા ઍરક્રાફ્ટ દ્વારા જઈ રહી હતી. આ દરમિયાન જ તેમનું એરક્રાફ્ટ દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.

Image Source

આ દુર્ઘટનાની અંદર બીજા 3 લોકોના પણ મૃત્યુ હત્યા હતા. જેમાં ઐશ્વર્યાનો ભાઈ અમરનાથ, હિન્દૂ જાગરણ સમિતિના સેક્રેટરી રમેશ કદમ અને પાયલટ જોય ફિલિપ પણ હાજર હતો. આ ચારેયના મૃત્યુ થઇ ગયા હતા.

Image Source

ઐશ્વર્યાની ઉમર તે સમયે માત્ર 31 વર્ષની જ હતી. અને આ સમયે સૌન્દર્યા ગર્ભવતી પણ હોવાનું સામે આવ્યું હતું.