મનોરંજન

31ની ઉંમરમાં હેલિકોપ્ટર ક્રેશમાં મરી ગઈ હતી સૂર્યવંશમમાં અમિતાભની આ હિરોઈન, આખુ હિન્દુસ્તાન રડી પડેલું

વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશમમાં હીરા ઠાકુર (અમિતાભ બચ્ચનની)પત્નીનો રોલ નિભાવનારી એક્ટ્રેસ સૌંદર્યાની મુસ્કાન લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ટીવી પર આ ફિલ્મ ઘણી વાર પ્રસારણ થઇ ચુકી છે. હવે તો લોકોને ફિલ્મના ડાયલોગ પણ મોઢે થઇ ગયા છે.

Image source

સૌંદર્યાએ આ ફિલ્મથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે પછી તે બોલિવૂડની અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળી નહોતી. માત્ર 31 વર્ષની ઉંમરે સૌંદર્યાએ વિશ્વને અલવિદા કહી દીધું હતું. 27 એપ્રિલ, 2003 ના રોજ સૌંદર્યાએ સોફ્ટવેર એન્જિનિયર જી.એસ. રઘુ સાથે લગ્ન કર્યા હતા.

Image source
Image source

સૌંદર્યનું અસલી નામ સૌમ્ય સત્યનારાયણ હતું. કરિયરના શરૂઆતના તબક્કે સૌંદર્યાએ ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું અને એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી હતી. 1992માં સૌંદર્યાએ કન્નડ ફિલ્મ ગંધર્વથી મોટા પડદે પ્રવેશ કર્યો.

Image source

12 વર્ષની કારકિર્દીમાં તેણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની ટૂંકી કારકિર્દીમાં સૌંદર્યાએ તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. એક્ટ્રેસ હોવાની સાથે સૌંદર્યા એક ફિલ્મ નિર્માતા પણ હતા. તેને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો.

Image source

સૌંદર્યાએ 1999માં અમિતાભ બચ્ચનના અપોઝીટમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સૌંદર્યા ફરી ક્યારેય બોલિવૂડ તરફ વળ્યા નહીં. તેમણે એમ.બી.બી.એસ. અભ્યાસ છોડી અને ફિલ્મોમાં જવાનું નક્કી કર્યું.

Image source

2003માં જ્યારે એક્ટિંગની ઊંચાઈ પર હતી ત્યારે સૌંદર્યાએ તેના બાળપણના મિત્ર અને સોફ્ટવેર એન્જિનિયર જી.એસ. રઘુ સાથે લગ્ન કરી લીધા હતા.

Image source

ફિલ્મોની મદદથી દર્શકોના દિલ જીત્યા બાદ વર્ષ 2004માં સૌંદર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 17 એપ્રિલ 2004 ના રોજ સૌંદર્યા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે કરીમનગર જઈ રહ્યા હતા.

Image source

બેંગલુરુમાં જક્કુર એરફિલ્ડથી ઉડાન ભરીને 100 ફુટ પર પહોંચતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં સૌંદર્ય, તેનો ભાઈ અને અન્ય બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. સૌંદર્યાનું મોત થયું ત્યારે તે ગર્ભાવસ્થા 7માં મહિનો ચાલી રહ્યો હતો.

Image source

એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો જ્યાં હેલિકોપ્ટર પડી ગયું. જ્યારે તે મુસાફરોને બચાવવા પહોંચ્યો ત્યારે એક મોટો વિસ્ફોટ થયો હતો અને આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી. શબની હાલત એવી હતી કે કોઈને ઓળખવું મુશ્કેલ હતું. મૃત્યુ પહેલા સૌંદર્યાએ તેના પિતાના નામ પર બેંગ્લોરમાં અનાથ બાળકો માટે 3 શાળાઓ શરૂ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.