લેખકની કલમે

“બાપ – દીકરી એક અદભુત સંબંધ” આરોહી બોલે કે પપ્પા શર્ટ સારો નથી લાગતો બદલી નાખો… તરત જ પપ્પાને આરોહી બીજો શર્ટ આપે

ભાગ-2

મમ્મી-પપ્પા પોતાની લગ્નની ઈચ્છા વિરુદ્ધ છે.અને સમજવા તૈયાર નથી.તે જાણીને આરોહી એક ચિઠ્ઠી લખી.. અને વહેલી સવારે પોતાનું ઘર છોડી દીધું.. તરત જ તેણે આરવને ફોન કર્યો. અને તેને મંદિર પાસે બોલાવીને ત્યાં લગ્ન કરી લીધા. જ્યારે આરવે આરોહીને પૂછ્યું કે શું મમ્મી-પપ્પા માની ગયા છે, આરોહી કંઈ જ જવાબ આપી ન શકી..

દોસ્તો, ભાગ 1 વાંચવા અહિયાં ક્લિક કરો –> “Sorry” મમ્મી-પપ્પા મેં તમારા કન્યાદાનનો હક છીનવી લીધો…

આરવ સમજી ગયો અને આરોહી ને પોતાના ઘરે લઈ ગયો . આરવે પહેલેથી જ પોતાના મમ્મી-પપ્પાને આરોહી વિશે જણાવી દીધું હતું .એટલા માટે આરવના મમ્મી-પપ્પાએ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર ખૂબ જ સરસ રીતે આરોહીનું સ્વાગત કર્યું. ધીમે ધીમે સમય વિતતો જતો હતો.એક પણ દિવસ એવો ન હતો કે આરોહીને તેના મમ્મી પપ્પાની યાદ અાવી ન હોય.. યાદ તો આવે જ ને સવારથી સાંજ સુધી બંને આરવ ની આગળ પાછળ રહેતા. જ્યારે વ્યક્તિ સામે નથી હોતી ત્યારે તેની યાદો ખૂબ ઊંડે સુધી ઘર કરી જાય છે અને રડાવી પણ દે છે.

આવું જ બન્યું આરોહીની સાથે.પપ્પા ઓફીસ જવા માટે એકદમ તૈયાર થઈ ગયેલા હોય અને બહાર નીકળતા જ હોય ત્યારે આરોહીનું ધ્યાન પપ્પા પર પડે અને આરોહી બોલે કે પપ્પા શર્ટ સારો નથી લાગતો બદલી નાખો… તરત જ પપ્પાને આરોહી બીજો શર્ટ આપે અને પપ્પા ફરીથી નવો શર્ટ પહેરીને ઓફિસે જાય . ઑફિસે જતાં પહેલાં બાપ દિકરી સેલ્ફી લે.

આ ચિત્ર યાદ આવતા આરોગ્યનો ડૂમો ભરાઈ આવ્યો એ મોટે થી રડી પડી… આરોહી ધ્રુસકેને ધ્રુસકે રડતી હતી.

ધીમે-ધીમે દિવસો પસાર થતા ગયા.. પોતાના પિતાનું જે રીતે ધ્યાન રાખતી હતી તે જ રીતે આરોહી ,આરવનું ધ્યાન રાખવા લાગી. આરવ માં ,આરોહીને તેના પિતાની છબી દેખાતી હતી. સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો.

છ મહિના થઈ ગયા .આરવ અને આરોહી જે કંપનીમાં જોબ કરતા હતા તે કંપનીએ નક્કી કર્યું કે બંનેને યુ.એસ.એ મોકલવા. યુ.એસ.એ જતાં પહેલાં આરોહીની ખૂબ જ ઈચ્છા હતી કે તે પોતાના પપ્પા મમ્મીને એક વાર મળી લે. અહીં છેલ્લે પોતાના ઘરે ગઈ ત્યારે તેણે જોયું કે ઘરને તાળું હતું અડોશ-પડોશમાં તપાસ કરી તો લોકોએ જણાવ્યુ કે તેના મમ્મી-પપ્પા ગામડે જતા રહ્યા છે. ગામડાના ઘરમાં બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આરોહી એ તપાસ કરાવી તો ત્યાં પણ મમ્મી-પપ્પા ન હતા. આરોહી યુ.એસ.એ જવા નીકળી ગઈ. ત્યાં પહોંચ્યા પછી પણ આરોહીએ પોતાના મમ્મી-પપ્પાને શોધવાનું ચાલું રાખ્યું.

બધી તપાસ પછી આરોહીના અંકલે ફોન ઉપર જણાવ્યું કે તારા પપ્પાએ કહેવાની ના પાડી છે , પણ દીકરી તારા પપ્પા અત્યારે ખૂબ જ બીમાર છે.

તે તમારા કુળ દેવીના મંદિર પાસે રહેવા જતા રહ્યા છે. આરોહી અને આરવ તરત જ પાછા ફર્યા. તરત જ પોતાના કુળદેવી ના મંદિર પાસે ગયા ,અને નાનું ગામ હોવાથી એક જ હોસ્પિટલ હતી… હોસ્પિટલમાં તપાસ કરતાં જ ખબર પડી કે પપ્પા ને ત્યાં દાખલ કરેલા છે.. હોસ્પિટલનાં પગથિયાં ચડતી વખતે આરોહીના હૃદયના ધબકારા વધી રહ્યા હતા.. પગથિયા ચઢી અને રીસેપ્શન પર ખબર પડી કે ઓપરેશન થીયેટર માં પપ્પા છે. આરોહી દોડીને પહોંચી.. તેણે જોયું તો મમ્મીના આંખમાં આંસુ છે અને ખૂબ જ નિરાશા સાથે નીચું મોઢું કરીને રડી રહી છે… આરોહી ધીમેથી મમ્મી પાસે ગઈ અને ખભા ઉપર હાથ રાખ્યો “મમ્મી”.

આરોહીને જોઈને જ મમ્મીનો ડૂમો ભરાઈ આવ્યો અને જોરથી રડી પડી.. આરોહી અને મમ્મી ભેટી પડ્યા અને ખૂબ રડ્યાં… આરોહી એ પુછ્યું મમ્મી, પપ્પાને શું થયું ?…બેટા છેલ્લા વર્ષથી પપ્પા દરરોજ સવારે ઊઠીને તારો ફોટો જોવે છે.. તને મળવાની ઇચ્છા બહુ થતી પણ મળી નથી શકતા.. દરરોજ ખૂબ રડતા તારી યાદમાં..

મેં ઘણી વાર કીધું કે તને મળી આવે પણ કહેતાં ..કે હવે તે સાસરીમાં કંઈ આપણાથી ન જવાય.. બારણાં ના કાચ માંથી ઓપરેશન થિયેટરમાં જોયું તો પપ્પાનો ચહેરો દેખાવ.. જાણે એકદમ વૃદ્ધ .. એકદમ અસહાય.. હાલત જોઈને તેનાથી ન રહેવાયું.. ખૂબ જ રડી અને અંદર દોડી ગઈ.

પોતાના મોઢા ઉપર ઓક્સિજનનું માસ્ક લાગેલું હતું.

આંખો બંધ હતી. બોટલ હાથમાં ચડતી હતી. ” પપ્પા ઓ પપ્પા”… sorry પપ્પા sorry , પપ્પાનો હાથ પકડીને રડવા લાગી..

આંખો સ્થિર ન હતી ,છતાં પણ અડધી ખુલ્લી આંખે જોયું તો દીકરી મારી.. આરોહી બેટા કયાં હતી.. બોટલ ચડતી હતી છતાં પણ આરોહીને ભેટી પડયા. ઓક્સિજન માસ્ક પડી ગયું હતું. પણ હવે પપ્પા ને ક્યાં ઓક્સિજનની જરૂર હતી તેમનો ઓક્સિજન તેમની બાથ માં હતો. બાપ દીકરી ધ્રુસકેને ધ્રુસકે રડ્યા.

તેમના રડવાના પડઘા પડી રહ્યા હતા તેથી જાણે હોસ્પિટલની દીવાલોનો પણ જોર જોરથી રડતી હોય તેવું લાગતું હતું. બન્ને કંઈ જ બોલ્યા નહીં એકબીજાની આંખોમાં જોતાં રહ્યાં અને એકબીજાનેો જાણે આભાર માનતા હોય તે રીતે થેન્ક યુ કહી રહ્યા હતા.

બીજી બાજુ આરવે ડોક્ટરને પહોંચીને તપાસ કરી..

ખબર પડી કે પપ્પાની બંને કિડની ફેલ છે.. આરોહીને આ વાતની જાણ થઈ ત્યારે તરત જ આરોહી એ પૂછ્યું કે મારી કિડની ચાલશે …

આરવેે પણ કીધું કે હા આરોહી પપ્પાને ખુબ જ જરૂર છે મને એક કિડની વાળી આરોહી જોઈએ છે.આરવ પણ કિડની આપવા માટે તૈયાર થઇ ગયો પણ બોડી ચેકઅપ પછી બ્લડ રીલેશન હોવાથી ડોક્ટરે આરોહીની kidney સજેસ્ટ કરી. ઓપરેશન થયું કીડની ટ્રાન્સફર કરવામાં આવી..

જ્યારે પપ્પાને ખબર પડી કે પોતાની દીકરીની જ કિડની કની તેમનામાં છે ત્યારે તે ખૂબ રડ્યાં.. બંને હાથ જોડીને

દીકરીને પગે લાગ્યા.. દીકરી આજે શું કર્યું મારે તો કેટલું જીવવાનું છે.. તારી પાસે તો આખી જિંદગી પડી છે.. આરોહી બોલી પપ્પા આ આરવનો નિર્ણય હતો. એણે મને ખૂબ હિંમત આપી.

બીજી તરફ હવે ઘરે પહોંચીને ઘરને સજાવી દીધું હતું. અને હોસ્પિટલમાંથી રજા આપવાના હતા. બધા મહેમાનો ને બોલાવી લીધા હતા. તથા ઘરે આવ્યા અને પુછ્યું શું છે ત્યારે એને કીધું કે તમારી દીકરી આરોહીના લગ્ન છે અને તમારે કન્યાદાન કરવાનું છે. કાલે જાન લઈને આવું છું..

એના પપ્પા ખૂબ જ ખુશ થયા ..કીધું કે બેટા હું પણ આવો છોકરો તારી માટે ના શોધી હોત શક્યો હોત. મને ગર્વ છે તારી પસંદગી ઉપર ..એ મારા કરતા પણ તારું વધારે ધ્યાન રાખશે.

બીજા દિવસે મમ્મી-પપ્પાનું સ્વપ્ન પૂર્ણ થયું . તેઓએ વિચાર્યું હતું તેવા લગ્ન થયાં અને તેમણે કન્યાદાન કર્યું. કન્યાદાન કરતી વખતે વિદાય વખતે આસું તો હતા પણ તે ખુશીના હતા, સંતોષના હતા..આખરે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું

“દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું . દીકરીની મા હોવું એટલે પોતાનાં સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું . ઘરના આંગણે ફુલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી ખૂશ્બુદાર બની જશે.”

“દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પણ આશીર્વાદ માં મળેલા ઈશ્વર .”

લેખક – નિરાલી હર્ષિત
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks