પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નરે આ વર્ષ જ દીકરી વિલાને જન્મ આપ્યો હતો. સોફી આજકાલ ઘર પર રહીને દીકરીને દેખરેખ રાખે છે. સોફી વધુમાં વધુ સમય દીકરી સાથે વિતાવી રહી છે. આ વચ્ચે સોફીએ ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રેગનેન્સી દરમિયાનની તસ્વીર શેર કરી છે. આ થ્રો બેક તસ્વીરમાં સોફી ટર્નર બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. આ તસ્વીરને જોઈને ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. સોફી ‘એક્સ મૈન: ડાર્ક ફિનિક્સ’ જેવી ઘણી ફિલ્મીઓ અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ જેવી સુપરહિટ ટીવી સિરીઝનો હિસ્સો રહી ચુકી છે.

એક તસ્વીરમાં સોફી ટર્નર ગ્રીન કલરની બિકીનીમાં કાઉચ પર બેસેલી જોવા મળે છે. તો બીજી તસ્વીરમાં તે નાઈટ શૂટમાં નજરે ચડે છે.

એક તસ્વીરમાં સોફી સ્વિમિંગમાં તેની હોટનેસ દેખાડી રહી છે. આ તસ્વીરમાં સોફી સ્વિમિંગ પુલમાં તેના ડોગી સાથે નજરે આવી રહી છે. સૉફીની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

જણાવી દઈએ કે, દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની જેઠાણીએ 12 જુલાઈના રોજ લોસ એન્જલ્સમાં દીકરીને જન્મ આપ્યો હતો. કોરોનાને કારણે સોફી તેના ઘર પર જ દીકરી અને ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.

સોફીએ 2017માં નિક જોનાસના મોટા ભાઈ જો જોનાસ સાથે સગાઈ કરી હતી. આ બાદ બંનેએ ગત વર્ષ લોસ વેગાસમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

સોફી અને પ્રિયંકા વચ્ચે સારું બોન્ડિંગ છે. બંને સોશિયલ મીડિયામાં સાથે તસ્વીર શેર કરતી રહે છે. સંબંધમાં સોફી ભલે જેઠાણી હોય પરંતુ ઉંમરમાં ઘણી નાની છે.

પ્રિયંકાની મોટી જેઠાણીનું નામ ડેનિયલ જોનાસ છે. ડેનિયલના પતિ કેવિન પર પરિવારના બાકી લોકોની જેમ સિંગર અને એક્ટર છે.

જો પ્રિયંકાના સાસરાની વાત કરવામાં આવે તો પરિવાર ઘણો મોટો છે. અહીં સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નિકના 3 ભાઈ-ભાભી, એક દિયર અને એક ભત્રીજી છે.

પ્રિયંકાના પતિ નિક જોનાસના મોટા ભાઈ કેવિન જોનાસ અમેરિકન મ્યુઝિશિયન છે. તે ઘણી અમેરિકન ફિલ્મમાં એક્ટિંગ પણ કરી ચુક્યો છે. આ સિવાય નિકનો અન્ય એક ભાઈ જો જોનાસ અમેરિકાનો જાણીતો સિંગર છે, તો ત્રીજો ભાઈ ફ્રેંકી લાઈમ લાઈટથી દૂર છે.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિંક’માં નજરે આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અને જાયરા વસીમ લીડ રોલમાં હતા. હાલ તો પ્રિયંકા પાસે બૉલીવુડની એક પણ ફિલ્મ નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.